SPORTS : IND vs AUS : વોશિંગ્ટન સુંદરે ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો આપ્યો, સ્કોર 124/3

0
76
meetarticle

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ, ભારતીય ટીમના નામે એક નિરાશાજનક રેકોર્ડ પણ જોડાઈ ગયો છે. ટીમ ઈન્ડિયા સતત 18મી વનડે મેચમાં ટોસ હારી છે, જેનો સિલસિલો 2023ના વર્લ્ડ કપ ફાઈનલથી શરૂ થયો હતો.

IND vs AUS 3rd ODI UPDATES LIVE 

વોશિંગ્ટન સુંદરે ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો

ઓસ્ટ્રેલિયા ટીમ ઈન્ડિયાના સ્પિન આક્રમણના જાળમાં ફસાતું દેખાઈ રહ્યું છે. અક્ષર પટેલ બાદ વોશિંગ્ટન સુંદરે મેથ્યૂ શોર્ટને કોહલીના હાથમાં કેચ થમાવી આઉટ કરાવ્યો હતો. મેથ્યૂ શોર્ટ 30 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં મેટ રેનશો અને એલેક્સ કેરી ક્રિઝ પર છે. 

અક્ષરે મિશેલ માર્શને બોલ્ડ માર્યો 

અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો, મિચેલ માર્શ 41 રન બનાવી આઉટ, અક્ષર પટેલે બોલ્ડ માર્યો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર – 92/2, ક્રીઝ પર મેથ્યૂ શોર્ટ (11*), મેટ રેનશો (3*) રમતમાં

ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા, સ્કોર 61/1

સિરાજે કર્યો હેડનો શિકાર, પ્રસિદ્ધ કૃષ્ણાએ કર્યો કેચ. 29 રન બનાવી આઉટ થયો ટ્રેવિસ હેડ. વિકેટ પડ્યા બાદ મેથ્યૂ શોર્ટ મેદાને. હાલમાં ક્રીઝ પર મેથ્યૂ શોર્ટ અને મિશેલ માર્શ. 

ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ પિચ પર જામ્યા 

ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ પિચ પર જામી ગયા છે. હાલમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 54-0, ટ્રેવિસ હેડ 24 અને મિશેલ માર્શ 24 રન બનાવીને રમતમાં. 

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલી બેટિંગ લીધી 

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલી બેટિંગ લેતા ક્લિનસ્વિપના ઈરાદે મજબૂત બેટિંગની શરૂઆત કરી દીધી છે. 4 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર વિના વિકેટે 22 રન પર પહોંચી ગયો છે. હાલમાં ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ રમતમાં છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વિકેટની તલાશમાં છે.

 ટીમમાં બે ફેરફાર, નીતીશ રેડ્ડી ઈજાગ્રસ્ત 

આજની મેચ માટે ભારતીય ટીમમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પ્લેઇંગ ઇલેવનમાં કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને સ્થાન મળ્યું છે, જ્યારે અર્શદીપ સિંહ અને નીતીશ કુમાર રેડ્ડીને બહાર રાખવામાં આવ્યા છે. BCCIએ સ્પષ્ટતા કરી છે કે ઓલરાઉન્ડર નીતીશ રેડ્ડીને ખરાબ ફોર્મને કારણે નહીં, પરંતુ ઈજાને કારણે બહાર બેસવું પડ્યું છે.

BCCIએ આપી અપડેટ 

BCCI દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, નીતીશ રેડ્ડીને એડિલેડમાં રમાયેલી બીજી વનડે દરમિયાન ડાબા પગની જાંઘમાં (લેફ્ટ ક્વાડ્રિસેપ્સ) ઈજા થઈ હતી. આ કારણે તે આજની મેચ માટે ઉપલબ્ધ નથી અને BCCIની મેડિકલ ટીમ તેની સ્થિતિ પર નજર રાખી રહી છે. નીતીશની ઈજા ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે, કારણ કે વનડે શ્રેણી બાદ ઓસ્ટ્રેલિયા સામે ૫ મેચોની T20I શ્રેણી પણ રમાવાની છે, અને નીતીશ તે ટીમનો પણ હિસ્સો છે. આ શ્રેણી ૨૯ ઓક્ટોબરથી શરૂ થશે, ત્યારે તે ફિટ થશે કે નહીં તે જોવું રહ્યું.

બંને ટીમોની પ્લેઇંગ-11:

ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

ઓસ્ટ્રેલિયા: મિચેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, મેથ્યુ શોર્ટ, મેટ રેનશો, એલેક્સ કેરી (વિકેટકીપર), કૂપર કોનોલી, મિચેલ ઓવેન, નાથન એલિસ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here