T20 વર્લ્ડ કપ 2026 હવે તેના રોમાંચક અંતિમ તબક્કા પર આવી પહોંચ્યો છે. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ભારતીય ટીમે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે, જ્યાં તેમનો સામનો સાઉથ આફ્રિકાને હરાવીને આવેલી ન્યુઝીલેન્ડની ટીમ સાથે થશે. ક્રિકેટ જગતની આ બે દિગ્ગજ ટીમો વચ્ચે રવિવારે ખિતાબી જંગ ખેલાશે.

ક્યારે અને ક્યાં રમાશે ફાઈનલ?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો આ હાઈ-વોલ્ટેજ ફાઈનલ મુકાબલો 8 માર્ચ 2026, રવિવારના રોજ રમાશે. આ ઐતિહાસિક મેચ અમદાવાદના પ્રખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે, જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. ઘરઆંગણે રમાતી આ મેચમાં ટીમ ઈન્ડિયાને લાખો પ્રશંસકોનો જોરદાર સપોર્ટ મળવાનો છે.
મેચનો સમય અને ટોસ
મેચ જોવા માટે ઉત્સુક ચાહકોએ સમયની નોંધ લેવી જરૂરી છે:
ટોસનો સમય: સાંજે 6:30 વાગ્યે.
મેચની શરૂઆત: સાંજે 7:00 વાગ્યે પહેલો બોલ ફેંકવામાં આવશે.
ક્યાં જોઈ શકાશે લાઈવ પ્રસારણ?
જો તમે સ્ટેડિયમ પર જઈ શકતા નથી, તો તમે ઘરે બેઠા આ રીતે મેચનો આનંદ માણી શકો છો. ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports Network) પર તમામ ભાષાઓમાં લાઈવ કોમેન્ટ્રી સાથે મેચ જોઈ શકાશે. જો તમે તમારા કામથી બહાર છો તો તમે તમારા ફોનમાં પણ Jio Hotstar એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ જોવા મળી રહેશે.
ટીમ ઈન્ડિયા પાસે ઈતિહાસ રચવાની તક
સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળ ભારતીય ટીમ ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે. ભારત પાસે અભિષેક શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ જેવા મેચ વિનર ખેલાડીઓ છે. જોકે, મિચેલ સેન્ટનરની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડની ટીમ પણ હાલ શાનદાર ફોર્મમાં છે અને રચિન રવીન્દ્ર જેવા ખેલાડીઓ ભારત માટે પડકાર સાબિત થઈ શકે છે.
બંને ટીમોની સ્ક્વોડ
ભારતની સ્ક્વોડ: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.
ન્યુઝીલેન્ડની સ્ક્વોડ: ટિમ સિફર્ટ (વિકેટકીપર), ફિન એલન, રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કોલ મેકકોન્ચી, મેટ હેનરી, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, જેમ્સ નીશમ, જેકબ ડફી, કાઇલ જેમીસન, ડેવોન કોનવે.

