દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચોની વનડે સીરિઝ માટે BCCIએ ભારતીય સ્કવોડની જાહેરાત કરી છે. કોલકાતા ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા શુભમન ગિલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ગિલને બદલે કે એલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ભારતીય સ્કવોડ:
રોહિત શર્મા
યશસ્વી જયસ્વાલ
વિરાટ કોહલી
તિલક વર્મા
કે એલ રાહુલ
રિષભ પંત
વોશિંગ્ટન સુંદર
રવીન્દ્ર જાડેજા
કુલદીપ યાદવ
નીતિશ રેડ્ડી
હર્ષિત રાણા
ઋતુરાજ ગાયકવાડ
પ્રસિધ કૃષ્ણા
અર્શદીપ સિંહ
ધ્રુવ જુરેલ
શુભમન ગિલ ઈજાગ્રસ્ત
નોંધનીય છે કે હાલ સાઉથ આફ્રિકા સાથે ભારતની ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. કોલકાતા ટેસ્ટમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયો હતો. ગરદનમાં ઈજાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે હજુ સુધી તે સંપૂર્ણ થયો ન હોવાથી વનડે સીરિઝમાં પણ રમી શકશે નહીં.
શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યા પણ થયા હતા ઈજાગ્રસ્ત
અગાઉ ઓકટોબર મહિનામાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ ત્યારે શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયો હતો. તે પણ હજુ સુધી ફિટ થઈ શક્યો નથી. તેની પહેલા એશિયા કપમાં ભારતીય ખેલાડી હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો.
ક્યારે ક્યારે રમાશે વનડે મેચ
નોંધનીય છે કે ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં સાઉથ આફ્રિકાનો વિજય થયો અને સીરિઝમાં તે 1-0થી આગળ છે. આજે બીજી ટેસ્ટ મેચનો બીજો દિવસ છે. ટેસ્ટ સીરિઝ બાદ બંને ટીમો વચ્ચે વનડે સીરિઝ શરૂ થશે. પહેલી મેચ રાંચીમાં 30 નવેમ્બરે રમાશે. પછી 2 અને 6 ડિસેમ્બરે ક્રમશઃ રાયપુર અને વિશાખાપટ્ટનમમાં મેચ રમાશે.

