SPORTS : IPL 2026ના સૌથી વધુ વય ધરાવતા ટોપ-10 ખેલાડીઓમાં 7 ભારતીય દિગ્ગજો સામેલ

0
17
meetarticle

IPL 2026ની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આગામી 28 માર્ચના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH) વચ્ચેના મુકાબલાથી આ ધમાકેદાર ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. આ સીઝન શરૂ થાય તે પહેલાં સૌથી વધુ ચર્ચા આ લીગના સૌથી વયસ્ક ખેલાડીઓની થઈ રહી છે. આ યાદીમાં સૌથી મોટું નામ ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું છે, જે 44 વર્ષની વયે મેદાનમાં ઉતરશે. એવી પણ અટકળો તેજ બની છે કે 7 જુલાઈએ 45 વર્ષના થનારા ધોની માટે આ કદાચ છેલ્લી આઈપીએલ સીઝન હોઈ શકે છે.

રોહિત અને વિરાટ પણ લિસ્ટમાં સામેલ

રસપ્રદ વાત એ છે કે, આ વખતે સૌથી વયસ્ક ટોપ-10 ખેલાડીઓની યાદીમાં ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ સુપરસ્ટાર રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ સામેલ છે. ‘હિટમેન’ રોહિત શર્મા 38 વર્ષની ઉંમરે આ સીઝન રમશે અને આ લિસ્ટમાં બીજા ક્રમે છે, જ્યારે વિરાટ કોહલી 37 વર્ષની ઉંમરે આ યાદીમાં ત્રીજા ક્રમે છે. કોહલી ઉપરાંત સુનીલ નરેન, અજિંક્ય રહાણે અને ઇશાંત શર્મા જેવા ખેલાડીઓ પણ 37 વર્ષની વયે આ ટુર્નામેન્ટમાં પોતાનો જાદુ વિખેરવા તૈયાર છે.

જાડેજા હવે રાજસ્થાન રોયલ્સની ગુલાબી જર્સીમાં જોવા મળશે

આ યાદીમાં અન્ય એક મોટો ફેરફાર રવીન્દ્ર જાડેજાના રૂપમાં જોવા મળ્યો છે. 36 વર્ષીય જાડેજા આ વખતે પીળી જર્સીમાં નહીં, પરંતુ રાજસ્થાન રોયલ્સની ગુલાબી જર્સીમાં રમતા જોવા મળશે, કારણ કે CSKએ સંજુ સેમસનના બદલામાં તેને ટ્રેડ કર્યો છે. આ ઉપરાંત મિચેલ સ્ટાર્ક, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર જેવા અનુભવી બોલરો પણ 35 વર્ષની વયે આ લીગમાં ભાગ લઈ રહ્યા છે. આ વયસ્ક ખેલાડીઓનો અનુભવ મેદાન પર યુવા ખેલાડીઓ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here