SPORTS : SA vs AFG રોમાંચક મુકાબલો: બીજી સુપર ઓવરમાં અફઘાનિસ્તાન હાર્યું, દ.આફ્રિકાનો વિજય

0
9
meetarticle

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026ની અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચ રોમાંચક રહી હતી. જે મેચનું પરિણામ બીજી સુપર ઓવરમાં આવ્યું છે. જેમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 4 રનથી હરાવ્યું છે. જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકાની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ પર 187 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનને 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ 19.4 ઓવરમાં 187 રન પર ઓલઆઉટ થઈ જતાં મેચ ટાઈ થઈ હતી. ત્યારબાદ સુપર ઓવર રમાઈ હતી તે પણ ટાઈ થઈ હતી. જેના કારણે બીજી સુપર ઓવર રમાડવાની ફરજ પડી હતી.

પહેલી સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને વિના વિકેટે એક ઓવરમાં 17 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ એક વિકેટ પર 17 રન કર્યા હતા. જેને લઈને બીજી સુપર ઓવર રમાઈ હતી.

બીજી સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ વિના વિકેટે 23 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ બે વિકેટના નુકસાન પર 19 રન જ બનાવી શકી હતી. જેના કારણે સાઉથ આફ્રિકાને જીત હાંસલ થઈ છે.

 બીજી સુપર ઓવરમાં સાઉથ આફ્રિકાની જીત 

(સાઉથ આફ્રિકાની ઈનિંગ: 23 રન/0 વિકેટ) ડેવિડ મિલર અને સ્ટબ્સની બેટિંગ

  1. પહેલા બોલ પર છગ્ગો
  2. બીજા બોલ પર એક રન
  3. ત્રીજા બોલ પર બે રન
  4. ચોથા બોલ પર છગ્ગો
  5. પાંચમા બોલ પર છગ્ગો
  6. છઠ્ઠા બોલ પર બે રન

(અફઘાનિસ્તાનની ઈનિંગ : 19 રન / 2 વિકેટ) નબી(આઉટ) અજમત અને ગુરબાઝની બેટિંગ

સાતમાં બોલ પર ગુરબાઝ આઉટ

પહેલા બોલ પર શૂન્ય

બીજા બોલ પર નબી આઉટ

ત્રીજા બોલ પર છગ્ગો

ચોથા બોલ પર છગ્ગો

પાંચમાં બોલ પર છગ્ગો

છઠ્ઠા બોલ પર વાઇડ (એક રન)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here