SPORTS : T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચશે ટીમ ઈન્ડિયા, દિગ્ગજે પાકિસ્તાન વિશે પણ કરી ભવિષ્યવાણી!

0
29
meetarticle

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે આગામી ICC T20 વર્લ્ડ કપ 2026ને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે, જેણે ક્રિકેટ જગતમાં ચર્ચાઓ જગાવી છે. ક્લાર્કના મતે, ભારત અને ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટના સૌથી મજબૂત દાવેદાર છે અને બંને ટીમો ફાઇનલમાં પહોંચી શકે છે.

ભારત-ઓસ્ટ્રેલિયા ફાઇનલના દાવેદાર

ક્લાર્કે કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમો છે અને બંને સેમિફાઇનલ સુધી પહોંચી શકે છે. T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરી રહી છે, કારણ કે ભારતે 2024માં સાઉથ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી હતી.

ભારત-પાકિસ્તાન મેચ પર શું કહ્યું ક્લાર્કે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી બહુપ્રતિક્ષિત મેચને લઈને પણ ક્લાર્કે પોતાનો મત સ્પષ્ટપણે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ મેચમાં ભારતનું પલડું ભારે રહેશે. દરેક જણ જાણે છે કે ભારતને મોટી મેચ જીતવાનો અનુભવ છે. તાજેતરના વર્ષોમાં ભારતે પાકિસ્તાન પર દબદબો બનાવ્યો છે. પાકિસ્તાન પાસે પ્રતિભા છે, પરંતુ ભારતની ટીમ દબાણમાં વધુ સારું પ્રદર્શન કરે છે.”

શા માટે ભારત છે ક્લાર્કની ફેવરિટ?

માઈકલ ક્લાર્કે ભારતની તરફેણ કરવા પાછળના કારણો પણ ગણાવ્યા. તેમણે કહ્યું કે ભારતે અત્યાર સુધીના 10 T20 વર્લ્ડ કપમાંથી 8 વખત પાકિસ્તાનને હરાવ્યું છે. તેમના મતે, અનુભવ, ટીમની ઊંડાઈ અને માનસિક મજબૂતી ભારતને બાકીની ટીમો કરતાં આગળ રાખે છે.

T20 વર્લ્ડ કપના ગ્રુપ્સ

ગ્રુપ A: ભારત, પાકિસ્તાન, અમેરિકા, નેધરલેન્ડ અને નામિબિયા.

ગ્રુપ B: ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, આયર્લેન્ડ અને ઓમાન.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here