સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમે ટી-20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો અને ઈતિહાસ રચ્યો હતો. હવે સૂર્યકુમાર યાદવને આ ખુશી જલ્દી મળશે કારણ કે, તે પિતા બનવા જઈ રહ્યો છે. તેના ઘરમાં એક નાનું મહેમાન આવવાનું છે. દેવિશા શેટ્ટીની બેબી શાવર ઈવેન્ટનો એક વીડિયો સોશ
સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમે ટી-20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો અને ઈતિહાસ રચ્યો હતો. હવે સૂર્યકુમાર યાદવને આ ખુશી જલ્દી મળશે કારણ કે, તે પિતા બનવા જઈ રહ્યો છે. તેના ઘરમાં એક નાનું મહેમાન આવવાનું છે. દેવિશા શેટ્ટીની બેબી શાવર ઈવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની દેવિશા એક સાથે જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે દેવિશા શેટ્ટીના બેબી શાવર ઈવેન્ટનો છે. વીડિયોમાં સૂર્યકુમાર યાદવ એક સફેદ સૂટમાં જોવા મળી રહ્યો છે. જ્યારે દેવિશા સાડીના લુકમાં જોવા મળી રહી છે . આ દરમિયાન સૂર્યકુમાર યાદવ પોતાની પત્ની દેવિશા શેટ્ટીનો હાથ પકડી અંદર એન્ટ્રી કરતા જોવા મળી રહ્યો છે. આ સિવાય દેવિશા પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

સૂર્યકુમાર યાદવ અને દેવિશા શેટ્ટી પહેલી વખત આર.એ પોદાર કોલેજમાં મળ્યા હતા. સૂર્યા અને દેવિશાની લવસ્ટોરી કોલેજથી શરુ થઈ હતી. ત્યારબાદ સૂર્યાએ તેને પ્રપોઝ કર્યું હતુ. અનેક વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ 2016માં બંન્ને લગ્ન કર્યા હતા. દેવિશા સાઉથ ઈન્ડિયન પરિવારમાંથી આવે છે.દેવિશા સૂર્યકુમાર યાદવને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં જોવા મળે છે.ટી20 વર્લ્ડકપ દરમિયાન પર દેવિશા પતિને સપોર્ટ કરતી સ્ટેડિયમમાં જોવા મળી હતી.
બેબી શાવરના વીડિયોમાં સૂર્યા અને દેવીશા એક હોલમાં આવતા જોવા મળે છે. ઘણા દિવસોથી, દેવીશા શેટ્ટીના પ્રેગ્નન્સી હોવાની અફવાઓ ચાલી રહી હતી, પરંતુ કોઈ પુષ્ટિ થઈ ન હતી. હવે, બેબી શાવરનો વીડિયો સામે આવતા, એ સ્પષ્ટ થઈ ગયું છે કે સૂર્યાની પત્ની ગર્ભવતી છે.ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ એક વીડિયો શેર કર્યો હતો.

