SPORTS : T20 વર્લ્ડ કપ જીત્યા પછી સૂર્યકુમાર યાદવ લેશે સન્યાસ? પ્રેસ કોન્ફરન્સમાં કર્યો મોટો ખુલાસો

0
30
meetarticle

સૂર્યકુમાર યાદવ T 20 World Cup નો ખિતાબ જીતનાર ભારતના ત્રીજા કેપ્ટન બન્યા છે. 35 વર્ષના સૂર્યકુમાર યાદવે આ મોટી ઉપલબ્ધિને મેળવ્યા પછી તેમના સન્યાસને લઇને એક મોટું નિવેદન આપ્યું છે.

કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ હવે એ ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે જેમણે ભારતને ICC ટુર્નામેંટ જીતાડી છે. સૂર્યાનું કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ઘણું દમદાર રહયું હતું અને અમદાવાદમાં ન્યુઝીલેન્ડને હરાવીને T 20 World Cup 2026 નો ખિતાબ પોતાના નામે કર્યો છે. જો કે ટુર્નામેન્ટની શરૂઆતમાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે 35 વર્ષના સૂર્યકુમાર યાદવ આ ટુર્નામેન્ટ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લઈ લેશે ત્યારે તેમણે પોતે આ વાત પરથી પડદો ઉઠાવ્યો છે.

સન્યાસ વિશે સૂર્યકુમાર યાદવનું નિવેદન
T 20 World Cup જીત્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવએ પોતાની નિવૃત્તિ અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર રમૂજી અંદાજમાં જવાબ આપ્યો. ફાઇનલ જીત્યા પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે હાલમાં બધું ખૂબ સારું ચાલી રહ્યું છે, તેથી નિવૃત્તિ વિશે વિચારવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. ICC Men’s T20 World Cup 2026ની જીત બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવ સાથે ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ હાજર હતા. નિવૃત્તિ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સૂર્યાએ હળવા અંદાજમાં કહ્યું, “જ્યારે બધું આટલું સરસ ચાલી રહ્યું છે, ત્યારે નિવૃત્તિ વિશે કેમ વિચારવું?” તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે તેઓ હાલ ક્રિકેટમાંથી દૂર થવાના કોઈ મૂડમાં નથી. સૂર્યકુમાર યાદવે ઉમેર્યું કે તેઓ હજુ પણ ટીમ માટે ઘણું ક્રિકેટ રમવા માંગે છે અને આગળ પણ ભારત માટે મહત્વપૂર્ણ યોગદાન આપવા તૈયાર છે. તેમના આ નિવેદનથી સ્પષ્ટ થયું છે કે ભારતીય ટીમના કેપ્ટન તરીકે તેઓ હજુ લાંબા સમય સુધી મેદાનમાં જોવા મળશે.

સૂર્યકુમાર યાદવનો નેક્સ્ટ ટાર્ગેટ

ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાના ભવિષ્યના પ્લાન વિશે પણ ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે હવે તેમનું ધ્યાન ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવા પર કેન્દ્રિત છે. સૂર્યાએ કહ્યું કે આગામી મોટા ટૂર્નામેન્ટમાં ભારત માટે સારું પ્રદર્શન કરવાનું તેમનું લક્ષ્ય છે. સૂર્યકુમાર યાદવે વધુમાં કહ્યું કે તેમની નજર આગામી ICC Men’s T20 World Cup 2028 પર પણ છે. એટલે કહી શકાય કે તેઓ હજુ ઓછામાં ઓછા બે વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું ઇચ્છે છે અને ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે ટી20 વર્લ્ડ કપ 2028નું આયોજન ઓસ્ટ્રેલિયા ( Australia) અને ન્યુઝીલેન્ડ (New Zealand)ની સંયુક્ત યજમાનીમાં થવાનું છે. તેથી સૂર્યકુમાર યાદવનું લક્ષ્ય આગામી વર્ષોમાં પણ ભારત માટે મોટી ટૂર્નામેન્ટોમાં સફળતા મેળવવાનું રહેશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here