SPORTS : T20 વર્લ્ડ કપથી બહાર ફેંકાતા જ શ્રીલંકન દિગ્ગજ જયસૂર્યા દુઃખી- કોચ પદ છોડવાના સંકેત આપ્યા

0
15
meetarticle

ICC T20 વર્લ્ડ કપ 2026માં શ્રીલંકન ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ સનથ જયસૂર્યાએ પોતાના ભવિષ્ય અંગે એક મોટો સંકેત આપ્યો છે. શ્રીલંકાના હેડ કોચ જયસૂર્યાએ સ્પષ્ટ કર્યું છે કે, ‘હું હાલમાં પદ નથી છોડી રહ્યો, પરંતુ જો શ્રીલંકા ક્રિકેટ (SLC)ને યોગ્ય વિકલ્પ મળે તો હું જવાબદારી સોંપવા માટે તૈયાર છું.’ જયસૂર્યાના નિવેદનથી એ સંકેત મળે છે કે હેડ કોચ તરીકેનો તેમનો કાર્યકાળ હવે નિર્ણાયક મોડ પર પહોંચી ગયો છે.

જયસૂર્યાનો વર્તમાન કોન્ટ્રાક્ટ જૂન 2026 સુધી

પાકિસ્તાન સામે 5 રનથી મળેલી હાર નજીકની બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં સનથ જયસૂર્યાએ કહ્યું કે, ‘મારા ભવિષ્ય અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો.’ તેમનો વર્તમાન કોન્ટ્રાક્ટ જૂન 2026 સુધી છે. હવે શ્રીલંકાની  આ જ મહિને અફઘાનિસ્તાન સામે મર્યાદિત ઓવરની સીરિઝ યોજાવાની છે, તો આવી સ્થિતિમાં બોર્ડ હાલ માટે સ્થિરતા જાળવી રાખવાના પક્ષમાં હોઈ શકે છે.

મારી અહીં લાંબા સમય સુધી રહેવાની યોજના નથી

સનથ જયસૂર્યાએ કહ્યું કે, ‘મેં વિચાર્યું હતું કે, હું આ જવાબદારી બીજા કોઈને સોંપી દઉં. ઈંગ્લેન્ડ સીરિઝ દરમિયાન બે મહિના પહેલા પણ મેં કહ્યું હતું કે મારી અહીં લાંબા સમય સુધી રહેવાની યોજના નથી. જે રીતે વર્લ્ડ કપ સમાપ્ત થયો તેનો મને અફસોસ છે. છેલ્લા દોઢ વર્ષમાં અમે અમારા રેન્કિંગમાં સુધારો કર્યો છે અને ટીમને વધુ સારી સ્થિતિમાં પહોંચાડી છે. મારો કોન્ટ્રાક્ટ જૂનમાં સમાપ્ત થઈ રહ્યો છે. મેં હજુ સુધી સત્તાવાર રીતે બોર્ડને મારો નિર્ણય નથી જણાવ્યો.’

શ્રીલંકાનું T20 વર્લ્ડ કપ અભિયાન

શ્રીલંકાનું T20 વર્લ્ડ કપ અભિયાન શરૂઆતથી જ સંઘર્ષપૂર્ણ રહ્યું. લીગ સ્ટેજમાં ઝિમ્બાબ્વે સામે ચોંકાવનારી હાર છતાં શ્રીલંકાની ટીમ સુપર 8 સ્ટેજમાં પહોંચી. ત્યારબાદ સુપર 8 સ્ટેજમાં તેને ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાન સામેની મેચ સૌથી પીડાદાયક સાબિત થઈ. 213 રનના પીછો કરવા માટે શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ 76 રનની વિસ્ફોટક અણનમ ઈનિંગ રમી, પરંતુ ટીમ માત્ર 5 રનથી લક્ષ્ય ચૂકી ગઈ. 2014ની ચેમ્પિયન શ્રીલંકા ટીમ સતત પાંચમી વખત T20 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી.

સનથ જયસૂર્યાની અંડરમાં શ્રીલંકાનું શાનદાર પ્રદર્શન

2024ના મધ્યમાં કાર્યકારી કોચ તરીકે કાર્યભાર સંભાળનારા સનથ જયસૂર્યાને તે જ વર્ષે કાયમી હેડ કોચ તરીકે નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન શ્રીલંકાએ અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી. 27 વર્ષ બાદ ભારત સામે પહેલી વાર દ્વિપક્ષીય વનડે સીરિઝ જીતી. ઈંગ્લેન્ડ સામે ઓવલ મેદાન પર યાદગાર ટેસ્ટ જીત હાંસલ કરી. બજી તરફ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે 2-0 થી ટેસ્ટ સીરિઝ પર કબજો જમાવ્યો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here