ICC T20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચ ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ, જેમાં સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 193 રન બનાવ્યા, 194 રનનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 176 રન જ બનાવી શકી હતી. ભારતનો 17 રને વિજય થયો હતો. ટી20 વર્લ્ડકપ 2026માં આ ભારતની સતત ચોથી જીત છે.

ભારતની પ્લેઈંગ 11માં 2 ફેરફાર કરવામાં આવ્યા હતા. કુલદીપ યાદવ, વાઇસ કેપ્ટન અક્ષર પટેલની જગ્યાએ અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદરને ચાન્સ અપાયો હતો, ભારત તરફથી શિવમ દુબેએ 66 રન જ્યારે હાર્દિક પંડ્યાએ 30 રન બનાવ્યા હતા. વરુણ ચ્રકવર્તીએ 3 તો શિવમ દૂબેએ 2 વિકેટ ખેરવી, બૂમરાહ, હાર્દિકની 1-1 વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી.
હવે 22 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ સુપર 8ના પહેલા મુકાબલામાં ભારતની ટક્કર સાઉથ આફ્રિકા સામે થશે. ICC ટી20 વર્લ્ડકપમાં ભારત અને સાઉથ આફ્રિકા 7 વખત આમને સામને આવ્યા છે જેમાં ભારત 5 તો સાઉથ આફ્રિકા 2 વખત જીત્યું છે.

