SPORTS : પાકિસ્તાનમાં નવો ડ્રામા, હોકી ટીમના કેપ્ટનના આરોપો બાદ બોર્ડના અધ્યક્ષે રાજીનામું ધર્યું

0
102
meetarticle

પાકિસ્તાની હોકીમાં એક નવો વિવાદ છેડાયો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફર્યા બાદ પાકિસ્તાન હોકી ટીમના કેપ્ટન શકીલ અમ્માદ બટ્ટે PHF (પાકિસ્તાન હોકી ફેડરેશન) પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આ મામલે હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે, કારણ કે PHFના પ્રમુખ તારિક બુગતીએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે પોતાનું રાજીનામું પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફને સોંપ્યું છે. જેઓ પાકિસ્તાન હોકી એસોસિએશનના પેટ્રન-ઇન-ચીફ પણ છે.

ખેલાડીઓએ વાસણ માંજવા પડ્યા અને રસોડું સાફ કરવું પડ્યું!

ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફર્યા બાદ કેપ્ટન શકીલ અમ્માદ બટ્ટે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, કેવી રીતે ખેલાડીઓએ જાતે રસોડું સાફ કરવું પડ્યું અને વાસણો માંજવા પડ્યા હતા. તેણે એમ પણ જણાવ્યું કે, જ્યારે ટીમ હોટેલ પહોંચી ત્યારે હોટેલ મેનેજમેન્ટે કહ્યું હતું કે તેમને પેમેન્ટ મળ્યું નથી. આથી જ્યાં સુધી રહેવાની વ્યવસ્થા ન થઈ ત્યાં સુધી ખેલાડીઓએ ભટકવું પડ્યું હતું. આ ઉપરાંત, પાકિસ્તાની હોકી ટીમને સિડની એરપોર્ટ પર 13-14 કલાક વિતાવવા પડ્યા હતા.

તારિક બુગતીનું રાજીનામું અને તપાસની માંગ

આ તમામ ગંભીર આરોપો બાદ તારિક બુગતીએ PHF પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે વડાપ્રધાન શહેબાઝ શરીફ ઉપરાંત ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને અપીલ કરી છે કે આ આરોપો અંગે નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે.

વિવાદ પાછળના મુખ્ય મુદ્દાઓ:

નબળું પ્રદર્શન: FIH પ્રો લીગના ઓસ્ટ્રેલિયન લેગમાં પાકિસ્તાન ટીમ ઓસ્ટ્રેલિયા અને જર્મની સામે પોતાની બંને મેચ હારી ગઈ હતી.

ફંડનો વિવાદ: પાકિસ્તાન સ્પોર્ટ્સ બોર્ડે દાવો કર્યો છે કે તેમણે ઓસ્ટ્રેલિયામાં વ્યવસ્થા માટે પાકિસ્તાન હોકી ફેડરેશનને 10 મિલિયન રૂપિયાથી વધુની રકમ ફાળવી હતી.

તપાસના આદેશ: વડાપ્રધાન શહેબાઝ શરીફે આ સમગ્ર મામલાની તપાસના આદેશ આપી દીધા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here