SPORTS : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચ દરમિયાન પણ વરસાદની શક્યતા, આર્ચરની વાપસી અને વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ અંગે સસ્પેન્સ યથાવત

0
32
meetarticle

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ પહેલા ક્રિકેટ ફેન્સ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર શનિવારે રમાનારા આ મુકાબલા પર વરસાદનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલો અનુસાર, મેચના દિવસે માન્ચેસ્ટરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે પ્રશંસકોમાં ચિંતા વધી ગઈ છે કે શું આ મહત્વપૂર્ણ મેચ એકપણ બોલ ફેંકાયા વિના રદ્દ થઈ જશે.

માન્ચેસ્ટરનું હવામાન કેવું રહેશે

માન્ચેસ્ટરનું હવામાન હંમેશા અણધાર્યું રહ્યું છે અને ક્રિકેટના ઇતિહાસમાં અહીં અગાઉ પણ ઘણી મેચો વરસાદને કારણે ધોવાઈ છે.સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,શનિવારે સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહેશે.મેચ શરૂ થવાના સમયે વરસાદ પડવાની શક્યતા 60 ટકાથી વધુ છે. જો વરસાદ લાંબો સમય ચાલશે, તો આઉટફિલ્ડ ભીની થવાને કારણે ટોસમાં વિલંબ થઈ શકે છે અથવા ઓવરોની સંખ્યા ઘટાડવી પડી શકે છે.જો સ્થિતિ વધુ બગડશે તો મેચ સંપૂર્ણપણે રદ્દ પણ કરવી પડી શકે છે.

ટીમ ઇન્ડિયા માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ

ટીમ ઇન્ડિયા માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે.સીરિઝમાં આગળ વધવા અને ડ્રેસિંગ રૂમમાં ચાલી રહેલી આંતરિક સ્પર્ધા વચ્ચે ભારતીય ટીમ મેદાન પર ઉતરવા આતુર છે.ખાસ કરીને સંજુ સેમસન અને તિલક વર્મા જેવા ખેલાડીઓ, જેમના પર પ્લેઇંગ-11 માં સ્થાન ટકાવી રાખવાનું ભારે દબાણ છે, તેમના માટે આ મેચ પોતાની જાતને સાબિત કરવાની મોટી તક છે.બીજી તરફ,15 વર્ષના યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની રાહ જોઈ રહેલા પ્રશંસકો પણ આતુરતાથી મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.પરંતુ જો વરસાદ વિલન બનશે,તો ખેલાડીઓ અને ફેન્સ બંનેની આશા પર પાણી ફરી વળશે.

ટીમ ઈન્ડિયા સીરિઝમાં લીડ મેળવવાનો પ્રયાસ કરશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે બીજી T20 મેચ રમાશે. બંને ટીમો આ મેચ જીતીને પાંચ મેચની શ્રેણીમાં લીડ મેળવવાનો પ્રયાસ કરશે. પહેલી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, અને ફક્ત પ્રથમ ઇનિંગ રમાઈ હતી. તે મેચમાં અભિષેક શર્મા અને શ્રેયસ ઐયરે શાનદાર અડધી સદી ફટકારી હતી, જેના કારણે ભારત 7 વિકેટે 189 રન સુધી પહોંચવામાં મદદ કરી હતી. શિવમ દુબેએ પણ પોતાની ઝડપી બેટિંગથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જોકે, સંજુ સેમસન આયર્લેન્ડ સીરિઝ પછી એક પણ રન બનાવી શક્યો નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here