SPORTS : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ વરસાદમાં ધોવાઈ, અભિષેક અને શ્રેયસે અડધી સદી ફટકારી; સેમસન ફરી નિષ્ફળ.

0
42
meetarticle

IND vs ENG 1st T20 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેસ્ટર-લે-સ્ટ્રીટના રિવરસાઈડ ગ્રાઉન્ડ પર બુધવારે રાત્રે રમાયેલી પ્રથમ T20 મેચ વરસાદના કારણે રદ થઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. ત્યારબાદ વરસાદના કારણે બીજી ઈનિંગ શરૂ જ ન થઈ શકી. વરસાદ ધીમે-ધીમે વધતો ગયો. આવી સ્થિતિમાં અંતે અમ્પાયર્સે મેચ રદ કરવાનો નિર્ણય લીધો. 5 મેચોની આ સીરિઝની બીજી T20 મેચ 4 જુલાઈના રોજ રમાશે.

ભારતની ખરાબ શરૂઆત

મેચની વાત કરીએ તો ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને બીજી ઓવરમાં જ ટીમને 2 ઝટકા લાગ્યા હતા. ચોથા બોલ પર સંજૂ સેમસન કેચ આઉટ થયો હતો, તેણે માત્ર 1 રન બનાવ્યો હતો. જ્યારે ઓવરના અંતિમ બોલ પર ઈશાન કિશન રન આઉટ થયો હતો, ઈશાન તો ખાતું પણ નહોતો ખોલી શક્યો. જોકે, ત્યારબાદ અભિષેક શર્માને કેપ્ટન શ્રેયસ અય્યરનો સાથ મળ્યો. અભિષેકે બેખૌફ અંદાજમાં બેટિંગ કરતા માત્ર 20 બોલમાં ફિફ્ટી ફટકારી દીધી હતી. આ દરમિયાન તેણે પોતાના 100 છગ્ગા પણ પૂરા કર્યા હતા.20 બોલમાં ફિફ્ટી

અભિષેકની 20 બોલમાં ફિફ્ટી એ ઈંગ્લેન્ડમાં T20I મેચોમાં કોઈ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી ફિફ્ટી છે. આ પહેલા કે.એલ. રાહુલે વર્ષ 2018માં માન્ચેસ્ટરમાં 27 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. અભિષેકે 24 બોલમાં 59 રનની શાનદાર ઈનિંગ રમી. પોતાની આ ઈનિંગ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેના અને શ્રેયસ વચ્ચે ત્રીજી વિકેટ માટે 38 બોલમાં 82 રનની પાર્ટનરશિપ રહી હતી.

અય્યરની ફિફ્ટી

વાઈસ કેપ્ટન તિલક વર્મા 13 બોલમાં માત્ર 13 રન જ બનાવી શક્યો હતો. ત્યારબાદ શ્રેયસ અય્યરે પોતાની 9મી T20I ફિફ્ટી પૂરી કરી હતી, જેના માટે તેણે 38 બોલ લીધા હતા. આ સાથે જ તે ઈંગ્લેન્ડમાં 50+ રન બનાવનારો પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. આ પહેલા ઈંગ્લેન્ડમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો, કોહલીએ વર્ષ 2018માં કાર્ડિફમાં 47 રન બનાવ્યા હતા.

સાકિબ મહમૂદે 3 વિકેટ ઝડપી

શ્રેયસના આઉટ થયા બાદ હર્ષિત રાણાને મેદાન પર મોકલવામાં આવ્યો હતો, જેથી તે ઝડપથી રન બનાવી શકે. જોકે, રાણા ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. 20મી ઓવરના અંતિમ બોલ પર અક્ષર પટેલ રન આઉટ થયો હતો, જ્યારે શિવમ દુબે 21 બોલમાં 42 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી સાકિબ મહમૂદે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here