ટેસ્ટ ક્રિકેટમાં એક બાદ એક પરાજયના કારણે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. કેટલાકનો આરોપ એ પણ છે કે હર્ષિત રાણા ગૌતમ ગંભીરનો માનીતો હોવાના કારણે વારંવાર તેને ટીમમાં સામેલ કરવામાં આવે છે. એવામાં સમગ્ર ટ્રોલિંગ મામલે હર્ષિત રાણાએ પહેલીવાર મૌન તોડ્યું છે.

કોણ શું બોલે તેનાથી ફરક નથી પડતોઃ હર્ષિત રાણા
હર્ષિત રાણાએ કહ્યું છે કે તે ક્રિકેટ મેદાનની બહાર કોણ શું બોલે છે તેના પર ધ્યાન નથી આપતો. ફેન્સની ટિપ્પણી મામલે રાણાએ કહ્યું કે, ‘જો હું આ બધી વાતો પર ધ્યાન આપવાનું ચાલુ કરી દઇશ તો ક્રિકેટ નહીં રમી શકું. હું બસ એટલું જ ધ્યાન રાખું છું કે મેદાન પર શું કરવાનું છે. બહાર શું થાય છે અને કોણ શું બોલે છે તેની મને પરવા નથી.
‘સાઉથ આફ્રિકા સામે હર્ષિતનું પ્રદર્શન
નોંધનીય છે કે સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝની પ્રથમ મેચમાં હર્ષિત રાણાએ ત્રણ વિકેટ ખેરવી હતી.

