ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર મેદાન બહારની વિવાદિત પીચ પર ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા સેન્સેશન અને અભિનેત્રી તાનિયા ચેટર્જીએ દાવો કર્યો છે કે ચહલે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને ‘ક્યુટ’ કહી હતી.

અભિનેત્રી તાનિયાએ મીડિયા સામે ચહલના મેસેજ બતાવ્યા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જે બાદ હવે ચેટર્જીનો આરોપ છે કે યુઝવેન્દ્ર ચહલની ટીમ તરફથી મેસેજ તથા વીડિયો ડિલીટ કરવા અંગે દબાણ કરવામાં આવી રહ્યું છે.
શું છે સમગ્ર વિવાદ?
તાનિયાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે ચહલે તેને એકવાર નહીં પણ ઘણીવાર મેસેજ કર્યા હતા. શરૂઆતમાં તે કામમાં વ્યસ્ત હોવાથી ધ્યાન નહોતું આપ્યું, પણ પ્રોફાઇલ ચેક કરતા ખબર પડી કે આ તો ફેમસ ક્રિકેટર છે. તાનિયાએ આ મેસેજના સ્ક્રીનશોટ જાહેર કરતા સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.
આમાં કશું ખોટું નથી, ચહલમાં હિંમત હોય તો સીધી વાત કરે: તાનિયાનો પડકાર
તાનિયાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે, આ વીડિયો વાઇરલ થયા બાદ ચહલની પીઆર ટીમનો મેસેજ આવ્યો હતો કે વીડિયો ડિલીટ કરી દો. પણ હું શા માટે કરું? તેમણે મને કોમ્પ્લિમેન્ટ આપ્યું એ સાચું છે અને તેમાં શરમજનક કંઈ નથી. જો ચહલને આ બાબતે કોઈ વાંધો હોય તો તે સીધી રીતે મારી સાથે વાત કરી શકે છે, ટીમ દ્વારા દબાણ લાવવાની જરૂર નથી.
તાનિયાએ કહ્યું હતું કે, મને કોઈ ‘ફેક’ કહે, તેનો મને કોઈ ડર નથી કારણ કે મારી પાસે નક્કર પુરાવા છે.

