અંકલેશ્વર શહેરના પીરામણ નાકા નજીક એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. અંકલેશ્વર-હાંસોટ રૂટ પર દોડતી એક એસટી બસની અચાનક બ્રેક ફેલ થઈ ગઈ હતી. બસના ચાલકે સમયસૂચકતા વાપરીને બસને રોંગ સાઈડમાં લઈ જવાની ફરજ પડી હતી.
આ દરમિયાન, બસે સામેથી આવતા બે મોટરસાયકલ, એક મોપેડ અને એક કારને અડફેટે લીધા હતા. સદભાગ્યે, બસ ચાલકની સતર્કતાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, આ અકસ્માતને કારણે વાહનોને નુકસાન થયું હતું અને વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.


