ભરૂચની દૂધધારાડેરીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલના 17 વર્ષના શાસનને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પડકાર ફેંકયો હતો. પણ શનિવારે ભાજપમાંથી આવેલાં મેન્ડેટમાં ધારાસભ્યના હાથ હેઠા પડી ગયાં છે. 15માંથી
ઘનશ્યામ પટેલની બહુમતી ધરાવતા ઉમેદવારની પેનલને ભાજપનો મેન્ડેટ મળ્યો હતો.સામેના 3 ઉમેદવાર પણ ભાજપના જ હોવાથી અને છેલ્લી ઘડીએ અપક્ષ ઉમેદવારી કરનારા મહેશ વસાવાએ ઘનશ્યામ પટેલની તરફેણ કરતાં ઘી આખરેઘી ખીચડી માં ઢોળાઈ જતા ઘનશ્યામ પટેલ ની જીત નક્કી થઈ ગઈ છે.
ભરૂચ દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં અરૂણસિંહ રણાની પેનલ સામે ફરી એકવાર ઘનશ્યામ પટેલની પેનલનો દબદબો પુરવાર થયો છે.
આમ ચૂંટણીપહેલાં જ ઘનશ્યામ પટેલનો દબદબો જોવા મળ્યો છે. ડેરીની ચૂંટણીમાંભાજપના જ બે બળિયા આમને સામને આવી ગયાં હતા પણ ચૂંટણીમાં શાસન જળવાઇ રહે તે માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મેન્ડેટ જાહેર કર્યો છે.જેમાં અરૂણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ, સંજયસિંહ રાજ અને શાંતાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે જયારે અન્ય 12 ઉમેદવારો ઘનશ્યામ પટેલની પેનલના છે. અપક્ષ પેનલ ઉતારનાર મહેશ વસાવાએ પણ ઘનશ્યામ પટેલની પેનલને સમર્થન જાહેર કર્યું હતું. દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જારી કરી દીધુ છે.
દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે મહારથીઓએ પોતાની પેનલ આમને સામને ઉતારી ફોર્મ ભર્યા હતા.ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે જારી કરેલા મેન્ડેટમાં 17 વર્ષથી દુધધારા ડેરીનું સુકાન સંભાળતા
ઘનશ્યામ પટેલની બહુમતી પેનલના ઉમેદવારોને મેન્ડેટ આપ્યું છે. ચૂંટણી ફોર્મ ભરતા સમયે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ જણાવ્યું હતું કે, 15 બેઠકો માટે તેઓની પેનલના તમામ ઉમેદવારો ઉમેદવારી
કરશે. હવે પક્ષમાંથી મેન્ડેટ આવી જતા 18 મી વખત પણ ઘનશ્યામ પટેલની પેનલ ફરી દૂધધારા ડેરીમાં સત્તા હાંસલ કરે તેવું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બીજી તરફ પૂર્વધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલ ઉતારી હતી તેઓ પણ હવે ઘનશ્યામ પટેલને સમર્થન કરી રહ્યાં છે.
આમ હવે ફરી એકવાર દૂધધારા ડેરીની ચૂંટણીમાં અને ભરૂચ ના રાજકારણ માં ઘનશ્યામ પટેલનો દબ દબો જોવા મળ્યો છે. સતત લોકો ની સાથે રહેતા અને પ્રજા વિકાસ ના કામો કરી ડેરી અને સુગર ને પ્રગતિ ના સોપાનો સર કરી સહકારી ક્ષેત્રમાં ઘનશ્યામ પટેલે વિશિષ્ટ સ્થાન હાંસલ કરી દીધું છે.
ઘનશ્યામ પટેલે વોઇસ ઓફ નર્મદા ને એક મુલાકાત માં જણાવ્યું હતું કે ડેરીની ચૂંટણી માં 15 તમામ સભ્યો મારા(ભાજપા)ના જ છે. ભરૂચ દૂધ ધારા ડેરી મારી પેનલ 100 ટકા જીતશે એવો વિજયનો વિશ્વાસ ઘનશ્યામ પટેલે વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખ નીય છે કે સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ તરીકે ઉભરી આવેલા ઘનશ્યામ પટેલ17 વર્ષ થી દૂધધારા ડેરી અને 30 વર્ષ થી નર્મદા સુગર નું સુકાન સાંભળે છે અને બે ટર્મ નર્મદા ભાજપા ના પ્રમુખ રહી ચુક્યા છે.
REPOTER: દીપક જગતાપ, રાજપીપલા


