વડગામ તાલુકાના ટીંબાચુડી ગામનું ગૌરવ, સમગ્ર સમાજ, અને ઉત્તર ગુજરાતનું ગૌરવ સમા 1998 માં શહીદ થયેલ શહીદ વીર અમૃતભાઈ ગમાનભાઈ બાવલેચા ની પ્રતિમા નું બસ સ્ટેશન પાસે ગ્રામ પંચાયત ની જગ્યામાં અનાવરણ કરવામાં આવ્યું.
જેમાં ગામના સરપંચ, તલાટી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સક્સેના, છાપી પોલીસ, ગાંધીનગર સીઆરપી કેમ્પમાંથી પધારેલા સૈનિકો ,મહેમાનો , ટીંબાચુડી ગામના સીઆરપીએફ જવાનો, ગ્રામજનોની હાજરીમાં શહીદ વીર અમૃતભાઈનું સ્ટેચ્યુ ખુલ્લું મુકાયું. શહીદ વીર અમર રહો , જબ તક સુરજ ચાંદ રહેગા, અમૃતભાઈ તમારા નામ રહેગા, જેવા નારાઓથી સમગ્ર ગામ, વાતાવરણ ગુંજી ઉઠયું,જેમાં શહીદ વીર ને યાદ કરી 1992માં શ્રીનગર ના બારામુલા જિલ્લામાં આતંકવાદીઓ સામે લડતા લડતા શહીદ થયેલા. આ પ્રસંગે પધારેલ અશ્વિનભાઈ સકસેના, મહેમાનશ્રીઓએ, સીઆરપીએફના પીએસઆઇ એ, ગામનાસરપંચ ભેંમજીભાઈ, દિલીપસિંહ સોલંકી, કિશોરભાઈ ચૌધરી, ભાર્ગવ ચૌધરી, પ્રકાશભાઈ,વગેરેએ પ્રસંગને અનુરૂપ શહીદવીરની ગાથાગાતા ઇતિહાસ વર્ણવતું પ્રવચન આપ્યું.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અમૃતભાઈ રાજવંશીએ કરેલ. છેલ્લે આભાર વિધિ અભૂભાઈએ કરી.
અંતમાં શહીદ વીર અમૃતભાઈને તમામ લોકોએ સલામી આપી, રાષ્ટ્રગીત ગાઈને છૂટા પડ્યા.જય જવાન, શહીદ વીર અમર રહો.
REPOTER : પાક્કો ગુજરાત દિપક પુરબિયા


