હોલિસ્ટિક સ્કૂલના એવોર્ડ 2024–25 ના વિજેતા એવી દિવ્યપથ શાળા , 31મી જુલાઈ થી 2જી ઓગસ્ટ 2025 દરમિયાન ત્રણ-દિવસીય આંતર-શાળા સાંસ્કૃતિક અને સાહિત્યિક ઉત્સવ Edufest 4.0 નું આયોજન કરી રહી છે.
આ ભવ્ય ઉત્સવમાં અમદાવાદની 15 નામાંકિત શાળાઓના 1500 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, દિવ્યપથ અભિવ્યક્તિ, સર્જનાત્મકતા, જ્ઞાનાત્મક અને સ્વસ્થ સ્પર્ધા માટે એક શક્તિશાળી મંચ આવા વિધાર્થીઓને પૂરું પાડે છે.
દિવસ 1 (31મી જુલાઈ) ધોરણ 1 અને 2 ને સમર્પિત હતો, જેમાં ગ્રુપ ડાન્સ, ફેન્સી ડ્રેસ અને ફાઈનલ ટચ જેવી ઉજવણીનો સમારંભ થયો હતો તેમાં સોમલાલિત સ્કૂલે ગ્રુપ ડાન્સ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે શાંતિ એશિયાટિક સ્કૂલ ફેન્સી ડ્રેસમાં પ્રથમ સ્થાને રહી હતી, અને કલોરેક્સ સ્કૂલે ફાઈનલ ટચ સ્પર્ધા જીતી હતી.
દિવસ 2 (1લી ઓગસ્ટ) માં ધોરણ 3 થી 7 માટે સાત સ્પર્ધાઓનો એક ઉત્સાહપૂર્ણ કાર્યક્રમ જોવા મળ્યો: ગ્રુપ ડાન્સ, મિરર ડાન્સ, ફેન્સી ડ્રેસ, વકતૃત્વ, ઓરિગામિ, ફેબ્રિક પેઈન્ટિંગ, અને સ્પેલથોન. SGVP સ્કૂલે ગ્રુપ ડાન્સમાં પ્રથમ ઇનામ મેળવ્યું, ત્યારબાદ સોમલાલિત સ્કૂલ અને દિવ્યપથ શાળા હતી. ધોરણ 3 અને 4 માટેની ફેન્સી ડ્રેસ સ્પર્ધા દિવ્યપથ શાળાએ જીતી હતી, જેમાં LML સ્કૂલે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
વકતૃત્વમાં, DAV સ્કૂલે પ્રથમ અને ત્રીજું ઇનામ જીતીને ઉચ્ચ કોટિનુ પ્રદર્શન કર્યું, જ્યારે LML સ્કૂલે બીજું સ્થાન મેળવ્યું.
એશિયા સ્કૂલ ઓરિગામિ સ્પર્ધામાં આગળ રહી, અને DAV સ્કૂલ બીજા ઇનામ સાથે તથા આ કેટેગરીમાં એપલ ગ્લોબલ સ્કૂલને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું.
દિવ્યપથ શાળાએ સ્પેલથોનમાં પ્રભાવશાળી તેમજ પ્રતિભા સંપન્ન પ્રદર્શન દર્શાવ્યું, ટોચના ત્રણેય સ્થાનો મેળવ્યા. આ ઉપરાંત, શાંતિ એશિયાટિક, ડિવાઈન ચાઈલ્ડ, વિશ્વનિકેતન, અને દિવ્યપથ શાળાના વિદ્યાર્થીઓને વિવિધ કેટેગરીમાં આશ્વાસન ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા.
એડયુફેસ્ટ ૪.૦ ની સફળતા, સમૃદ્ધ અનુભવો દ્વારા સર્વાંગી તેમજ સર્વોતમ વિકાસને પ્રોત્સાહન આપવા પ્રત્યે દિવ્યપથની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જે દેખાઇ આવ્યું.


