થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત “સન્ડે ઓન સાઇકલોન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું થરાદ ડિવિઝન અને થરાદ પોલીસ સ્ટેશનની સંયુક્ત આગેવાનીમાં યોજાયેલી
આ રેલીમાં પોલીસ અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને થરાદ પોલીસ સ્ટેશનથી લુણાલ સુધીની 15 કિલોમીટરની સાઇકલ રેલીનું આયોજન કરાયું થરાદ DYSP એ પણ સાઇકલ રેલીમાં ભાગ લીધો જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. પોલીસ જવાનોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું.
વ્યસ્ત ફરજો દરમિયાન જવાનો પોતાના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. આ પહેલ દ્વારા ‘ફિટ પોલીસ, હેલ્ધી પોલીસ’નો સંદેશ આપવામાં આવ્યો. સાઇકલ રેલી દરમિયાન માર્ગમાં અનેક સ્થળોએ લોકોએ જવાનોનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. પોલીસ કર્મચારીઓએ સાયકલ નો આનંદ માણ્યો હતો.
Repoter : પ્રધાનજી ઠાકોર



