BOLLYWOOD : સની લિઓની વિક્રમ ભટ્ટના નવા પ્રોજેકટ બિટ્રાયલમાં

0
115
meetarticle

એકટ્રેસ સની લિઓની ફરી ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ સાથે કોલબરેશન કરી રહી છે. સનીએ વિક્રમ ભટ્ટના પ્રોજેક્ટ ‘બિટ્રાયલ’ માટે શૂટિંગ શરુ કરી દીધું છે. સનીએ જાતે આ શૂટિંગ માટે કલેપ અપાયાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

સની અગાઉ વિક્રમ ભટ્ટની બે ફિલ્મ ‘અનામિકા’ અને ‘બેઈમાન લવ’માં કામ કરી ચૂકી છે. બંનેનું આ ત્રીજું કોલબરેશન હશે.

સની છેલ્લા કેટલાક સમયથી બોલીવૂડમાં અલપઝલપ રોલમાં જ દેખાય છે.

છેલ્લાં પાંચ વર્ષમાં તે ભાગ્યે જ એકાદી ફિલ્મમાં જોવા મળી છે.

એકતા કપૂરે ૨૦૧૪માં સનીને મુખ્ય ભૂમિકામાં લઈ ‘રાગિણી એમએમએસ ટુ’ બનાવી હતી. હવે આ ફિલ્મનો ત્રીજો ભાગ બની રહ્યો છે પરંતુ તેમાં સનીને રિપીટ કરવામાં આવી નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here