NATIONAL : સુપ્રીમ કોર્ટ તરફથી કુસ્તીબાજ સુશીલ કુમારને મોટો ઝટકો, પહેલવાનને આત્મસમર્પણ કરવા કહ્યું

0
45
meetarticle

બેઇજિંગ 2008 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ અને લંડન 2012 ઓલિમ્પિકમાં કુસ્તીમાં રજત પદક મેળવીને દેશનું નામ રોશન કરનાર કુસ્તીબાજ સુશીલ કુમારના હાલ અત્યારે બેહાલ થયા છે.

આજથી 4 વર્ષ પહેલા એક હત્યા કેસમાં ન્યાયિક કસ્ટડીમાં રહેલ આ ખેલાડીને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે.

સાગર ધનખર હત્યા કેસ

ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારની મુશ્કેલીઓ વર્ષ 2021થી ખતમ થવાનું નામ નથી લઈ રહી અને આ પાછળનું કારણ સાગર ધનખર નામક એક યુવાનની હત્યાનો મામલો, જેમાં મુખ્ય આરોપી તરીકે બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાનું નામ સામે આવ્યું હતું.

ત્યારે આજે સુપ્રીમ કોર્ટે જુનિયર રાષ્ટ્રીય કુસ્તીબાજ સાગર ધનખરની હત્યાના મુખ્ય આરોપી એવા સુશીલ કુમારના જામીન રદ કરીને પહેલવાનને મોટો ઝટકો આપ્યો છે અને એક અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનું ફરમાન જાહેર કર્યું છે.

જુનિયર રાષ્ટ્રીય કુસ્તીબાજની હત્યા

આજથી ચાર વર્ષ પહેલા એટલે કે વર્ષ 2021માં જુનિયર રાષ્ટ્રીય કુસ્તીબાજ સાગર ધનખરની હત્યાના મામલામાં કુસ્તીબાજ સુશીલ કુમાનું નામ સામે આવ્યું હતું અને ત્યારથી પહેલવાન આ હત્યા કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતો. છત્રસાલ ખાતે થયેલ આ હિચકરા હત્યાકાંડના સમાચાર જ્યારે સામે આવ્યા ત્યારે દેશના તમામ લોકો ચોંકી ઉઠયા હતા કેમકે 2008 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ અને લંડન 2012 ઓલિમ્પિકમાં કુસ્તીમાં રજત પદક જીતીને દેશની નામ રોશન કરનાર ખેલાડી પર આવા ગંભીર આરોપ લાગતાં આ કેસ એક ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

2021થી ન્યાયિક કસ્ટડીમાં સુશીલ

છત્રસાલ ખાતે જુનિયર રાષ્ટ્રીય કુસ્તીબાજ સાગર ધનખરની હત્યાના કેસમાં મુખ્ય આરોપી સુશીલ કુમારના કેસને સાગરના પિતા અશોક ધનખરે હાઈકોર્ટના જામીનના આદેશને પડકાર્યો હતો અને ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટે તરફથી માર્ચમાં ટ્રાયલ પ્રક્રિયામાં વિલંબને કારણે તેને જામીન આપવામાં આવ્યા હતા જે બાદ કોર્ટે આજે સુશીલ કુમારને એક અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here