સુરત સિંચાઈ વર્તુળનાં અધિક્ષક ઈજનેર દ્રારા કાકરાપાર જમણાંકાંઠા વિભાગની નહેરોમાં ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ (૯૦ દિવસ સુધી) સિંચાઈનાં પાણી વહેવડાવવાનું બંધ ક૨વાના તઘલખી નિર્ણય તેમજ સુરત જિલ્લા માંથી વીજ લાઈન ૫સા૨ થના૨ છે,તે બાબતે ખેડુત સમાજ ગુજરાત દ્વારા ખેડુતો તેમજ પશુપાલકો અને સહકારી આગેવાનોની મિટીંગ ઓલપાડ હાથીસા રોડ ખાતે આવેલ ખુંટાઈ માતા મંદિરના પ્રાંગણમાં યોજાઈ હતી.ત્યાર બાદ રેલી આકારે જઈ ઓલપાડ પ્રાંત અને નાયબ કલેક્ટરને બે આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી હતી.
સિંચાઈ વિભાગ દ્વારા હાલમાં જ એક મીટીંગ બોલાવી એક નિર્ણય લેવામાં આવ્યો હતો , આ મળેલી મીટીંગ માં રાજ્યના પાણી પુરવઠા મંત્રીની હાજરી માં ૧ ડીસેમ્બર થી ૨૮ ફેબ સુધી કાકરાપાર જમના કાંઠા કેનાલ ને રીપેરીંગ અર્થે બંધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો , જોકે આ નિર્ણય લેવાતા જ ખેડૂતો માં આક્રોશ ફાટી નીકળ્યો છે જેનું કારણ છે કે ખેડૂતો છેલ્લા ચાર વર્ષ થી કુદરતનો માર સહન કરી રહ્યા છે , કમોસમી વરસાદ , વાવાઝોડા ના કારણે ખેડૂતો ને પુષ્કળ પ્રમાણમાં નુકશાન થયું છે ,દક્ષિણ ગુજરાત ના ખેડૂતો કરાપર જમના કાંઠા અને ડાબા કાંઠા ની કેનાલ ના પાણી થી સિંચાઈ કરે છે , શેરડી ની વાવણી ઓક્ટોબર થી શરુ થાય છે અને માર્ચ સુધી ચાલે છે બીજી તરફ શિયાળુ ડાંગર ની રોપણી પણ જાન્યુઆરી થી શરુ થઇ જાય છે , અને સિંચાઈ વિભાગ દ્વારા જે સમયે કેનાલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઇ ખેડૂતો પાયમાલ થવાનો વારો આવી શકે એમ છે , ખેડૂતો ની માંગ છે કે ૯૦ દિવસ ની જગ્યા એ 45 દિવસ કેનાલ બંધ રાખવામાં આવે ,જેથી કરી ખેડૂતો સમય સર ખેતી કરી શકે જ્યારે દક્ષીણ ગુજરાત માં આશરે ૩ લાખ જેટલા ખેડૂત પરિવારો છે અને ખેતી પર નભે છે , સરકાર ધ્વારા ૯૦ દિવસ કેનાલ બંધ રાખી આશરે ૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી ને આ કેનાલ ની નવીનીકરણ કરી રહી છે , જોકે એકતરફ સરકાનો ૨૦૦ કરોડ ની ખર્ચ થઇ રહ્યો છે તો બીજી તરફ ખેડૂતો ને ૧૦૦૦ કરોડ નું નુકશાન થવાની શક્યતા સેવાઇ રહી છે , જોકે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે માત્ર ઉદ્યોગોને પાણી પહોંચાડવા માટે આ ખર્ચ કરવામાં આવી રહ્યો છે કારણે કે આજ કેનાલ થી આટલીજ કેપેસીટી થી છેલ્લા ૨૫ વર્ષ થી તમામ ખેડૂતો ને પાણી પહોંચી રહ્યું છે તો પછી કેપેસીટી વધારવાની ક્યાં જરૂર છે ?? ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્વારા વ્હાઈટ આઆઈ પર નાખવામાં આવેલી ૨૦ ટકા એક્સપોર્ટ ડ્યુટી ના કારણે સરકાર ખેડૂતો ને ડાંગર બનવા દેવા માંગતી નથી અને જેને લઇ કેનાલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે .

જોકે ફરી એકવાર ખેડૂતો ની વહારે ખેડૂત સમાજ આવ્યો છે અને ખેડૂતો ના પ્રશ્નો ને લઇ આજરોજ ઓલપાડ તાલુકા મથક ખાતે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું , મોટી સંખ્યામાં દક્ષીણ ગુજરાતના ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો એ આ મીટીંગ માં ભાગ લીધો હતો , ખેડૂત સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જો કેનાલ નું રોટેશન ૯૦ દિવસ ની જગ્યા એ 45 દિવસ નહિ કરવામાં આવે તો સુરત ખાતે આવેલી સિંચાઈ ભવન ખાતે મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી યોજી સિંચાઈ ભવન નો ઘેરાવ કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી ઉપરાંત વીજ ટ્રાન્સમિશન લાઈન મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે સરકાર જમીન સંપાદન ના કાયદા માં સુધાર કરે અને જ્યાં સુધી વધારો નહીં થાય ત્યાં સુધી વીજ પોલ ઉભા કરવા હોય તો એક વીજપોલ દીઠ ૨ કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવે ,જોકે સરકાર દ્વારા ખેડૂતોની માંગ પૂરી નહિ કરવામાં આવે તો આવનારા દિવસો માં સંસદ , ધારાસભ્ય ને ગામડા માં જતા ખેડૂતો દ્વારા અટકાવવામાં આવશે , અને સમગ્ર મામલે દેશના વડા પ્રધાન ને પણ સમગ્ર મામલે ખેડૂત સમાજ ધ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે , મીટીંગ બાદ તમામ ખેડૂતો એ મીટીંગ સ્થળ થી મામલતદાર કચેરી ઓલપાડ સુધી એક રેલી કાઢી હતી અને સમગ્ર મામલે ઓલપાડ પ્રાંત ને પણ આવેદન પાઠવ્યું હતું.
યોજાયેલ મિટિંગમાં ખેડૂત સમાજ ગુજરાત નાં પ્રમુખ જયેશ પટેલ,સહકારી અને ખેડૂત આગેવાન દર્શન નાયક,ભરૂચ નાં સહકારી અને ખેડૂત આગેવાન સંદીપ માંગરોલા,દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ,સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ,ગુજરાત ખેડૂત સમાજના મહામંત્રી મહેંદ્રસિંહ કરમણીયા સહિત મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને મોટીસંખ્યામાં ઓલપાડ,કામરેજ,માંગરોળ,ચોર્યાસી,મહુવા,હાંસોટ સહિતના તાલુકાના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

