દશેરાનો પર્વ નજીક આવી રહ્યો છે. સુરત સહિત રાજ્યભરમાં દશેરાના દિવસે ફાફડા અને જેલબી આરોગવામાં આવશે. તહેવાર દરમિયાન હલકી ગુણવત્તાના અને સ્વાસ્થ્યને હાની પહોંચાડે તેવા ફરસાણ ન બને એ માટે આરોગ્ય તંત્ર દ્વારા દર વર્ષે ચકાસણી કરવામાં આવે છે.

ત્યારે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ શહેરીજનોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા સક્રિય બન્યું છે.સુરતમાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ફરસાણ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ફાફડા જલેબીના નમુના લઈને પુથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે.દશેરાના તહેવારને અનુલક્ષીને સુરતમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા આજે ફરસાણ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દરેક ઝોનમાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ફાફડા જલેબીના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ નમુના લઈને પુથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રીપોર્ટમાં કોઈ ખામી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.સુરત મહાનગરપાલિકાના ફુડ સેફટી ઓફિસર ડી.ડી.ઠાકોરે જણાવ્યું છેકે, આગામી દશેરાના તહેવારા નિમિત્તે આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબ તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ફરસાણ એટલે કે ફાફડા જલેબી વગેરે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતી તથા વેચાણ કરતી સંસ્થાઓની સંસ્થાઓમાંથી ફાફડા, જલેબી, પાપડી વગેરેના નમૂના લેવા અંગેની કામગીરી ચાલી રહી છે.તેમણે જણાવ્યું હતું કે ટીમ દ્વારા નમૂના લઈ પૃથકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવશે અને તેના પૃથકરણ અહેવાલ અર્થે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે લગભગ આઠથી દસ જેટલી ટીમો બનાવી છે અને પાંચ થી છ ઝોનમાં કામ નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે.સામાન્ય રીતે આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે તહેવાર નજીક હોય ત્યારે ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવતા હોય છે અને તેને ચકાસણી અર્થે લેબમાં મોકલવામાં આવતા હોય છે. પરંતુ ઘણીવાર એવું બને છેકે તહેવાર પૂર્ણ થયા પછી એ ખાદ્ય પદાર્થ ખાવા યોગ્ય હતો કે નહીં તેનો રિપોર્ટ આવતો હોય છે. ત્યારે સુરત મનપાના ફૂડ સેફ્ટી અધિકારીએ જણાવ્યું હતું કે, આ રિપોર્ટ જેમ બને તેમ જલદી મેળવવા માટે પ્રાયોરિટી આપવામાં આવશે. આ વખતે જલ્દી રિપોર્ટ મેળવવાને પ્રાયોરિટી આપવામાં આવશે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

