SURAT : બોર્ડની પરીક્ષાને લઈ પોલીસનો મોટો નિર્ણય, રાત્રે 10 પછી DJ-લાઉડસ્પીકર અને ભારે વાહનોના હોર્ન પર પ્રતિબંધ

0
129
meetarticle

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની ઘડી વાગી રહી છે. બીજી તરફ ધૂમધામથી લગ્ન સરાની સિઝન પણ ચાલી રહી છે ત્યારે સુરત પોલીસ દ્વારા વિદ્યાર્થી હિતને ધ્યાને રાખીને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. જે થકી હવે સુરત શહેરમાં રાત્રે 10 પછી DJ-લાઉડસ્પીકર અને ભારે વાહનોના હોર્ન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 

વાલીઓની રજૂઆત બાદ નિર્ણય

વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ અડચણ ન આવે તેમજ શાંત માહોલમાં વાંચન કરી પૂરતી ઊંઘ લઈ શકે તે માટે સુરત પોલીસે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે એક તરફ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આવી રહી છે. તમામ વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગી ગયા છે. તો સામે હાલ પુરજોશમાં લગ્નની સિઝન પણ ચાલી રહી છે જેથી શહેરમાં લાઉન્ડ સ્પીકર પણ વાગી રહ્યા છે. તેવામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી પોલીસને સતત કરવામાં આવેલી રજૂઆતો બાદ સુરત પોલીસે વિદ્યાર્થી પક્ષે નિર્ણય લઈ જાહેરનામું બહાર પાડી દીધું છે. રાત્રે 10:00 વાગ્યા પછી જાહેરનામાનો કડકપણે અમલ

જે જાહેરનામા મુજબ હવે સુરત શહેરમાં રાત્રે 10:00 વાગ્યા પછી પાર્ટી પ્લોટ, હોલ કે જાહેર સ્થળ પર મોટા અવાજે ડીજે અથવા લાઉડ સ્પીકર વગાડવા પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. જાહેરનામા બાદ પણ જો કોઈ નિયમનો ભંગ કરશે તો પોલીસ દ્વારા માત્ર દંડાત્મક કાર્યવાહી જ નહીં પરંતુ જે-તે DJના સાધનો કે લાઉડ સ્પીકર પણ જપ્ત કરી લેવામાં આવશે, ઉપરાંત જવાબદાર વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરાશે.આ ઉપરાંત વાલીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિકોની એ પણ રજૂઆત હતી કે માત્ર લાઉડ સ્પીકર જ નહીં પણ લક્ઝરી બસો અને મોટા ટ્રકો દ્વારા પણ તીવ્ર હોર્ન વગાડવામાં આવે છે. જેથી અવાજનું પ્રદૂષણ થાય છે અને અભ્યાસ પર પણ અસર પડે છે. જેને ધ્યાને રાખી બિનજરૂરી હોર્ન વગાડતા ભારે વાહનો પર પણ કાર્યવાહી કરવા સ્પેશિયલ ઝુબેશ ઉપાડવામાં આવશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here