SURAT : સુરતમાં તાપી નદી પરનો જહાંગીરપુરા-ડભોલી બ્રિજ રીપેરીંગની કામગીરી અર્થે રાહદારીઓ માટે 11 ફેબ્રુઆરીથી સતત 78 દિવસ બંધ રહેશે

0
18
meetarticle

સુરત પાલિકાના વિવિધ બ્રિજની મરામત માટેની કામગીરી ચાલી રહી છે આ કામગીરીના ભાગરૂપે આવતીકાલે 11 ફેબ્રુઆરીથી તાપી નદી પર બનેલા ડભોલી જહાંગીરપુરા બ્રિજનું કામ શરુ કરવામં આવશે. આવતીકાલથી શરૂ થયેલી કામગીરી 78 દિવસ સુધી ચાલવાની હોય આ બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે આ બ્રિજનો ઉપયોગ કરનારા વાહન ચાલકોએ હવે અન્ય વૈકલ્પીક રૂટનો ઉપયોગ કરવો પડશે.

સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ તાપી નદી ૫૨ ડભોલી અને જહાંગીરપુરાને જોડતા રીવરબ્રીજ આવ્યો છે આ પહેલા આ બ્રિજમાં નાના નાના અનેક રીપેરીંગ કરવામા આવ્યા હતા. પરંતુ બ્રિજના હેલ્થ રિપોર્ટમાં આ બ્રિજને વધુ રીપેરીંગની જરૂરીયાત હોવાનો ઉલ્લેખ કરાયો છે. જેના કારણે રીવર બ્રીજના બંને તરફના વેરીંગ કોટને રીપેરીંગ કરવા માટે આોજન કરાયું છે. આ રીપેરીંગની કામગીરી આવતીકાલ 11 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે જે સતત 78 દિવસ એટલે કે 30 એપ્રિલ સુધી ચાલશે.

બ્રિજના બન્ને ભાગમાં રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય પાલિકા તંત્રએ આ બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે પાલિકાએ વૈકલ્પીક રૂટ પણ જાહેર કર્યા છે તેનો વાહન ચાલકોએ અમલ કરવાનો રહેશે.પાલિકાએ જાહેર નોટિસમાં જણાવ્યું છે કે, આ કામગીરી તા.11/02/2026 થી તા.30/04/2026 સુધીનાં સમયગાળામાં કરવામાં આવનાર છે. વધુમાં, કામગીરી વહેલી પૂર્ણ થયેથી બીજી જાહેરાત વિના સદર બ્રીજ ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે. આ જાહેરનામાનાં ભંગ બદલ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે

પાલિકાએ જાહેર કરેલા ડાઈવર્ઝન રૂટ

(1) આ સમયગાળા દરમિયાન રાંદેર/અડાજણ તરફથી ડભોલી તરફ જવા માટે રામનગર ચાર રસ્તાથી જમણી તરફ વિયર કમ કોઝવે થઈ ર્બડ ચોકથી ડાબી તરફ વાયા ડી-માર્ટ કોઝવે લીંક રોડથી ડભોલી જઈ શકાશે.

(2) આ સમયગાળા દરમ્યાન અડાજણ/તાડવાડી રોડથી વિજય સેલ્સની સામે ગોરાટ હનુમાન રોડથી ડાબી તરફ રાંદેર રોડ થઈ વિયર કમ કોઝવે થઈર્બડ ચોકથી ડાબી તરફ વાયા ડી-માર્ટ કોઝવે લીંક રોડ થી ડભોલી

જઈ શકાશે.

(3) આ સમયગાળા દરમ્યાન અડાજણ પાટીયાથી ચંદ્રશેખર આઝાદ રીવર બ્રિજની બાજુમાં આવેલ રસ્તે થઈ ન્યુ રાંદેર રોડ રસ્તેથી વિયર કમ કોઝવે થઈ ર્બડ ચોકથી ડાબી તરફ વાયા ડી-માર્ટ કોઝવે લીંક રોડથી ડભોલી જઈ શકાશે.

(4) આ સમયગાળા દરમ્યાન અડાજણ પાટીયાથી ચંદ્રશેખર આઝાદ રીવર બ્રિજ ઉતરી વેડ દરવાજા જંકશન થી ડાબી તરફના રસ્તે થઈ ડભોલી જઈ શકાશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here