SURAT : સુરત ક્રાઈમ બ્રાંચે ‘એમપી’માંથી ૧૩ ગુનામાં વોન્ટેડ કુખ્યાત ‘ચૌગડ ગેંગ’ના રીઢા તસ્કર રીતેશ ચૌગડને અલીરાજપુરથી ઝડપી પાડ્યો

0
13
meetarticle


સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વાહન ચોરીના ગુનાઓમાં તરખાટ મચાવનાર મધ્યપ્રદેશની કુખ્યાત ‘ચૌગડ ગેંગ’ના વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે પકડી પાડ્યો છે. સુરત સહિત નવસારી જિલ્લાના કુલ ૧૩ જેટલા વાહન ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા રીઢા ગુનેગાર રીતેશ નસરિયા ચૌગડને ક્રાઈમ બ્રાંચની ટીમે એમપીના અલીરાજપુર જિલ્લાના ઉમરાલી ખાતેથી દબોચી લીધો છે.


પકડાયેલા આરોપીની આકરી પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. રીતેશ અને તેની ટોળકીના સાગરીતો વર્ષ ૨૦૨૨માં પાંડેસરા અને સચિન વિસ્તારમાં મજૂરીકામની આડમાં રેકી કરતા હતા. આ ગેંગે ડુપ્લીકેટ ચાવી અથવા વાયર ડાયરેક્ટ કરીને વરાછા, પાંડેસરા, સચિન, પલસાણા અને નવસારી પંથકમાંથી કુલ ૧૩ મોટરસાયકલોની ચોરી કરી હતી. ચોરીના વાહનો લઈ આ ટોળકી મધ્યપ્રદેશ ભાગી જતી હતી. વર્ષ ૨૦૨૪માં ગેંગનો એક સાગરીત ઝડપાતા રીતેશનું નામ ખૂલ્યું હતું, પરંતુ તે પોલીસને હાથતાળી આપી વતનમાં છુપાઈ રહ્યો હતો.


આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. જેની ગંભીરતાને ધ્યાને રાખી સુરત ક્રાઈમ બ્રાંચે ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રીતેશના વતન ઉમરાલી (એમ.પી.) માં વોચ ગોઠવી હતી અને તેને ઝડપી પાડ્યો હતો. આ કામગીરીથી વાહન ચોરીના અનેક વણઉકેલાયા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસ હવે આ ગેંગના અન્ય સાગરીતો અને ચોરીના વાહનો રિકવર કરવા અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here