ઓલપાડ ખાતેની સાઈનાઈડ કંપનીનાં એમોનીયા સેલ્ફેટ કેમિકલની ગાડીઓ કોન્ટ્રાકટથી ભરી બહાર વેચાણની લાલચ આપી સુરત શહેરમાં રહેતા એકાઉન્ટન્ટ પાસેથી
રાજસ્થાની બાપ-દિકરાએ ટુકડે-ટુકડે કુલ ૨૨,૦૯,૫૯૫ રૂપિયા ખંખેરવાનો મામલો ઓલપાડ પોલીસ મથકમાં નોંધાયો છે. સુરત શહેરનાં ઉગત-ભેંસાણ રોડ ઉપર ઓરચીડ ફેન્ટાસીયાનાં મ.નં: એ-વન:૧૦૧ માં રીકુ ગોપાળભાઇ મદનલાલ શર્મા (ઉ.વ.૪૬)રહે છે.
સુરતમાં એકાઉન્ટટ ની નોકરી કરતા રીકુ શર્માનાં સ્વર્ગસ્થ પિતા ઓલપાડ ખાતેની સાઈનાઈડ કંપનીમાં અગાઉ જયારે નોકરી કરતા હતાં,ત્યારે તેના પિતાની સાથે નોકરી કરતા મુળ રહે રાજસ્થાન રાજ્યના ગિરવરસિંઘ શેખાવત(હાલ રહે-ઘર નં.૧૬૬, સી.એન.જી.પંપની સામે,મુરલીલેક સોસાયટી-ઓલપાડ)સાથે મિત્રતા હોવાથી બંન્ને પરિવાર સાથે ઘરેલું સબંધો હતાં.તે સમયે ગિરવરસિંઘ શેખાવતનો દિકરો વિષ્ણુસિંઘે ફરીયાદી રીકુ શર્માને કહ્યું હતું કે,સાઇનાઇડ કંપનીમાં એમોનીયા સેલ્ફેટ કેમિકલની ગાડીઓ ભરાય છે અને તે બહાર વેચાણ કરવા જાય તો તેમાં આપણે રોકાણ કરીએ તો સારો નફો મળશેની લોભામણી વાતો કરી હતી.જે લાલચમાં સપડાઈ ફરીયાદી રીકુએતેના પિતાનાં કહેવાથી ગત એપ્રિલ-૨૦૧૯ માં
વિષ્ણુસિંઘ શેખાવતને રોકડા રૂ.૫,૦૦,૦૦૦રોકાણ કરવા આપ્યા હતાં. ત્યારબાદ આ ઠગ વિષ્ણુસિંઘે વધુ રોકણ કરશો તો વધુ નફો મળશે તેવી ફરી લોભામણી લાલચ આપી હતી.જેથી ફરીયાદીએ પણ રાતો-રાત લખપતિ થઈ જવાનું સ્વપ્ન સેવી સને-૨૦૨૧ થી તા.૧૬/૦૨/૨૦૨૪ સુધીનાં સમયગાળા દરમ્યાન પોતાનાબેંક ખાતામાંથી ટુકડે-ટુકડે મળી રૂ.૧૭,૦૯,૫૯૫
વિષ્ણુસિંઘના બેંક ખાતામાં ઓનલાઇન ટ્રાન્જેક્શન કર્યા હતાં.આમ આરોપી એ ફરીયાદી પાસેથી કુલ રૂ.૨૨,૦૯,૫૯૫ રકમ તફડાવી લીધી હતી.જો કે ફરીયાદીએવિષ્ણુસિંઘ તથા તેના પિતા ગિરવરસિંઘપાસે રોકાણ કરેલ રૂપિયાના નફામાંથી રકમની માંગણી કરતા થોડા સમયમાં તને રૂપિયા મળી જશેનુંઆશ્વાસનનો લોલીપોપ આપ્યો હતો.પરંતુ બાપ- દીકરા બંન્ને હરામીઓએ તેને હજુ વધુ રૂપિયાનું રોકાણ કરવા જણાવી તને નફો અને મુદ્દલ એક સાથે બધી મળી જશેની લાલચ આપતા રહ્યા હતાં.

પરંતુ આજદિન સુધી એકપણ રૂપિયો ન ચૂકવતા ફરીયાદી રીકુ શર્માએ ઉઘરાણી શરૂ શરૂ કરી તે દરમ્યાન આ બંન્ને શખ્સોએ તેને મોબાઈલ ઉપર ગંદી નાલાયક ગાળો બોલી જાનથી મારી નાંખાવાની ધમકી આપી મોબાઈલ ની સ્વીચ બંધ કરી દીધી હતી.જેથી રીકુ શર્મા ગત ગુરૂવાર,તા.૧૨ નાં રોજ ઓલપાડ પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને
આરોપી પુત્ર વિષ્ણુ સિંઘ તથા પિતા ગિરવસિંઘ શેખાવત વિરૂધ્ધ કુલ રૂ.૨૨,૦૯,૫૯૫ રકમનીછેતરપીંડી-વિશ્વાસઘાતની ફરીયાદ આપી હતી.જેના પગલે પોલીસે બંન્ને શખ્સો સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

