સુરતીઓ આમ પણ પોતાના આગવા અંદાજ માટે જાણીતા છે. પોતાની ઝિંદાદિલી ખેલદિલી ઉદાર રમુજી સ્વભાવ માટે જાણીતા છે. ગમે તેવી મુશ્કેલી આફતને હસી કાઢવાનું જીગર માત્ર સુરતીઓ પાસે જ છે
સુરતીઓ પોંક પતંગ અને પાપડી ના ખાસ શોખીન છે. સુરતીઓની પોતાની મોનોપોલી છે તે ઉંધીયું પોંક ધારી લોચા માટે જાણીતા છે. ચંદી પડવો તો સુરતનો જ ઉતરાયણ તો સુરતની જ . તમને જાણીને નવાઈ લાગશે સુરતી પતંગોની માંગ એટલી કે રાંદેરમાં અમુક પરિવારોમાં તો પતંગો બનાવવાની કામગીરી બારેમાસ ચાલતી રહે છે. અહીં પતંગો બનાવવાની કામગીરી પરંપરાગત રીતે વરસોથી ચાલી રહી છે.

ગુજરાત આખા દેશ સહિત વિદેશોને પણ પતંગો પુરા પાડે છે. આપણે ત્યાં સુરત અમદાવાદ ખંભાત નડિયાદ રાંદેરની પતંગો બનાવવામાં માસ્ટરી છે. રાંદેરમાં તો અમુક પરિવારો પેઢી દર પેઢીથી પતંગો બનાવે છે. પતંગો બનાવવા બે લાખ કારીગરો ખાસ અમદાવાદ અને સુરતમાં આવે છે. પતંગોનો ગૃહ ઉદ્યોગ આશરે ૨૫૦૦ કરોડ થવા જાય છે. પતંગો ફિરકીઓ ટોપીઓ ગોગલ્સ ભોપૂ હાથ પર ચોંટાડવાની બેન્ડેડ પતંગો પર ચોંટાડવાની સેલોટેપ ગુંદર ડી. જે. ટેપ. દારૂ ફટાકડા ખાણીપીણી લાખો લોકોને રોજીરોટી પુરા પાડે છે.
નાચગાન ધમાલ મસ્તી બુમાબુમ મોજ મજાક સતત બે દિવસ સુધી ચાલ્યા કરે છે. આખા ભારતમાં તમને ખાલી સુરતમાં જ આખા આખા મોહલ્લા આખી આખી શેરી ધાબાઓ અગાશીઓ પર દેખાય છે. સુરતીઓ દેશમાં હોય કે વિદેશમાં સુરતની ઉતરાયણ બહુ મિસ કરે છે. યાદ કરે છે. અમુક પરિવારો તો ખાસ ઉતરાયણ મનાવવા સુરતની મુલાકાતે આવે છે. કોટ વિસ્તારના ધાબા અગાસીઓ ભાડે લઈને પણ પોતાની અસલ સુરતી સ્ટાઇલથી ઉતરાયણ મનાવે છે. આખો દિવસ પતંગોની ધમાલ રહે છે. પછી સુરતીઓ હોય તો ખાણીપીણી વગર કેમ ચાલે? સાંજથી મોડી રાત સુધી સામૂહિક ખાણીપીણીનો દોર ચાલે છે. હવે પાછા સુરતીઓ દિવાળીમાં જેટલા ફટાકડા નહીં ફુટતા હોય એટલા ફટાકડા ઉતરાયણના દિવસે ફોડે છે. સુરતીઓ એટલે સુરતીઓ જ.
સુરતીઓ જેવા બિનસાંપ્રદાયિક બીજા તમને આખા દેશ વિદેશમાં પણ જોવા નહીં મળે. ચંદી પડવો હોય દિવાળી હોય ઇદ હોય રમજાન હોય નવરાત્રી હોય હોળી હોય દરેક તહેવારો તમામ સુરતીઓ ખભે ખભે મળાવીને સાથે રહી ઉજવણી કરે છે.
ઉતરાયણના દિવસે ચિકન મામના ગાજરનો હલવો ઉંધીયાની જ્યાફત સુરતીઓ ખૂબ ધુમધામથી કરે છે.
સુરતમાં તમને પાંચ રૂપિયાથી માંડીને ૧૫૦૦ રૂપિયા સુધીની અવનવી વિવિધ પતંગો મળી રહે છે. સુરતીઓ મહિલાઓ પણ આ બે દિવસ સુરતીઓ છૂટથી બોલ્યે રાખે છે. બહારથી જે સુરતીઓ ઉતરાયણ મનાવવા સુરત આવ્યા હોય એ લોકો આખું વરસ સુરતના કાઇપો લપેટને યાદ કર્યા કરે છે.
એક અનોખી ધમાલ મસ્તી મોજ આનંદ માણવા તમે તૈયાર છો ને સુરતીઓ?
REPOTER : અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત.

