સુરતના ઉધના રેલવે સ્ટેશન યાર્ડના ખુલ્લા મેદાનમાં જુગાર રમતા 26 શખ્સોની SMCએ ધરપકડ કરી હતી.

તેમની પાસેથી પોલીસે 5.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવની વિગત મુજબ સ્ટેટ મોનિટરીંગ સેલ(SMC)ની ટીમને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો ઉધના રેલવે સ્ટેશન યાર્ડના ખુલ્લા મેદાનમાં જુગાર રમી રહ્યા છે. માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.જેમાં જુગાર રમતા 26 શખ્સો ઝડપાઈ ગયા હતા. જ્યારે પાંચ શખ્સો પોલીસને હાથ તાળી આપીને ભાગી ગયા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રૂ.2,98,800 રોકડા, 22 મોબાઈલ ફોન અને પાંચ વાહનો મળીને કુલ રૂ. 5,67,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસની વધુ તપાસ વેસ્ટર્ન રેલવે વડોદરા ચલાવી રહી છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત
