સુરત શહેર માટે ડ્રીમ પ્રોજેક્ટ એવા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ડિસેમ્બર પહેલા પુરો થઈ જશે તેવું ખોટું આશ્વાસન કોન્ટ્રાક્ટરે આપ્યું હતું અને ભાજપે શાસકોએ ડિસેમ્બરમાં આ પ્રોજેક્ટની સુરતીઓને ભેટ મળી જશે તેવી મોટા ઉપાડે જાહેરાત કરી હતી. જોકે, પાલિકાના કોન્ટ્રાક્ટર અને સાથે કામ કરતી પીએમસી પાલિકાના અધિકારીઓ અને શાસકોને ઉઠા ભણાવતી હોવાનું બહાર આવ્યું હતું. સ્થળ મુલાકાતમાં ત્રણ ચાર મહિના સુધી કામગીરી પુરી ન થાય અને જે કામગીરી થઈ છે તેમા પણ વેઠ ઉતારવાનું બહાર આવતા પાલિકાએ કોન્ટ્રાક્ટર અને પીએમસીને બ્લેક લિસ્ટ કેમ ન કરવા તેના ખુલાસા સાથે નોટિસ ફટકારી છે.

સુરત મહાનગર પાલિકા માટે ડ્રીમ પ્રોજેક્ટ અને સુરતીઓ માટે પીકનીક સ્પોટ એવા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ માટે કોન્ટ્રાક્ટર એમ.પી. બાબરીયા સાથે શાસકો અને અધિકારીઓની બેઠક થઈ હતી તેમાં કોન્ટ્રાક્ટરે 15 ડિસેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાની કામગીરી પૂરી થઈ જશે અને લોકાર્પણ પણ કરી દેવામાં આવે તેવી વાત કરી હતી.જોકે, મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે ડુમસ સી ફેઝ પ્રોજેક્ટની સ્થળ મુલાકાત કરી ત્યારે તેઓ ચોંકી ગયા હતા. સ્થળ પર સિવિલ વર્ક ની કામગીરી ચાલી રહી છે તેમાં પણ ઘણી ક્ષતિઓ હોવાનું તંત્ર ને ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ ની કામગીરી આગામી ત્રણેક મહિના સુધી ચાલે તેવી શક્યતા દેખાતા શાસકોએ બેઠક કરી હતી. જેમાં મ્યુનિ. કમિશનર અને સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે કોન્ટ્રાક્ટર એમ.પી. બાબરીયા ની ઝાટકણી કાઢી હતી
પાલિકાના ઈજારદાર અને પીએમસી કન્સલન્ટન્ટ કામગીરીમાં નિષ્ફળ રહ્યાં તો પાલિકાના અધિકારીઓ પણ સુપરવિઝનમાં બેદરકાર હોવાનું બહાર આવ્યું છે. આ મુદ્દે પાલિકાની ઈમેજ નું ધોવાણ થતા પાલિકાએ આજે ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેકટના ઝોન-૧ના પેકેજ-૧ તથા પેકેજ-૨ના ઇજારદાર તથા પીએમસી કન્સ્લટન્ટ જયેશ દલાલને કામગીરીમાં લાપરવાહીï, વિલંબ નીતિના પગલે બ્લેક લિસ્ટ કેમ ન કરવા? તે અંગે ખુલાસો કરવા શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. એજન્સીઓને ત્રણ દિવસમાં નોટિસનો જવાબ આપવા તાકીદ કરી છે.
પાલિકાએ નબળી કામગીરી કરનારા ઈજારદારને ફટકાર્યો 3.32 કરોડનો દંડ
સુરત પાલિકાના ભાજપ શાસકો અને પાલિકા તંત્રને 15 ડિસેમ્બર 2025 સુધીમાં ડુમસ સી ફેઝની કામગીરી પૂરી કરવા માટે બાંહેધરી આપ્યા બાદ ઇજારદારે કામગીરી કરી ન હતી. ટેન્ડરની શરતો પ્રમાણે કામગીરી ન કરતા ઈજારદાર સામે પાલિકાએ આક્રમક પગલાં ભરવાની શરૂઆત કરી છે અને
સુરત ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પાલિકાનો ડ્રીમ પ્રોજેક્ટ છે પરંતુ એમ.પી. બાબરીયા પાલિકાને ડ્રીમ બતાવી રહ્યો છે. પાલિકાએ કોન્ટ્રાક્ટર સાથે બેઠક કરી હતી જેમાં ઇજારદારે 15 ડિસેમ્બર 2025ના રોજ કામગીરી પુર્ણ થઈ જશે તેથી શાસકો- પાલિકાએ આ પ્રોજેક્ટના લોકાપર્ણ માટે આયોજન કર્યું હતું. પરંતુ કામગીરી થઈ ન હતી અને યોગ્ય ન થઈ હતી તે સાઈટ વિઝીટમા ખબર પડ્યા બાદ પાલિકાએ નોટિસ આપી અને હવે 3.32 કરોડનો દંડ પણ પાલિકાએ કોન્ટ્રાક્ટર એમ.પી. બાબરીયાને ફટકાર્યો છે.

