ટ્રાફિકમાં હેરાન નહી કરવા બદલ રૂ.15,000 ની લાંચ લેતા સુરત શહેર ટ્રાફિક રિજન-3ના TRB જવાન ધર્મેશ એસ.ભરવાડની ACBએ ધરપકડ કરી છે. જ્યારે TRB જવાન પિયુષ ઉર્ફે રાહુલ રાજપૂત સામે ગુનો નોંધી તેની શોધ હાથ ધરી છે.

આ કેસની વિગત મુજબ ફરીયાદી પાસે પોતાનાં ત્રણ (Tempo ) વાહનો છે અને સુરતમાં કાપડ હેરાફેરીનો વ્યવસાય કરે છે. દરમિયાન આરોપી પિયુષ રાજપુત સુરત શહેર ટ્રાફિક રીજીયન-3 ના સ્કોડમાં ફરજ બજાવે છે ,અને પોતે રીજીયન 3નાં વહીવટદાર હોવાનું જણાવી ફરિયાદીના તથા તેમના ગૃપનાં કુલ -30 વાહનોને ટ્રાફિક રીજીયન 3 માંથી પસાર થતી વખતે ટ્રાફિકના કર્મચારીઓ દ્વારા ખોટીરીતે હેરાનગતિ નહિ કરવાનાં બદલામાં દર મહિને એક four wheeler ના 1000 અને Three wheeler ના 700 રૂપિયા ની માંગણી કરી હતી, જોકે ફરિયાદી દ્વારા રકઝક કરતાં દરેક વાહન દીઠ રૂપિયા 500 આપવાનુ નક્કી થયેલ હતુ.પરંતુ આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોઈ ACBનો સંપર્ક કરી ફરિયાદ આપતાં સાંઇ પોઇન્ટ, સરકારી પાણીની ટાંકી પાસે, સી.આર.પાટીલ રોડ , ડિંડોલી, સુરતખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.છટકા દરમ્યાન આરોપી પિયુછ રાજપુતે ફરીયાદીને આરોપી ધર્મેશ ભરવાડને લાંચના નાણા આપી દેવા કહ્યું હતું. બાદમાં ધર્મેશે ફરિયાદી પાસેથી લાંચના નાણાં મેળવી, આરોપી પિયુષને લાંચના નાણાં મળી ગયેલ હોવા અંગે ફોનથી જાણ કરી હતી. પરંતુ આરોપી ધર્મેશ ભરવાડ રંગેહાથ પકડાઈ ગયો હતો.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત
