SURAT : ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 23 ડિલિવરી, 14 દીકરી અને 9 દીકરાનો જન્મ થતાં હરખની છોળો ઉડી

0
80
meetarticle

સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 23 ડિલિવરી થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખીલાટ સાથે ગુંજી ઉઠ્યું હતું. 23 બાળકોમાં 14 દીકરી અને 09 દીકરાનો જન્મ થયો હતો.સુરત શહેરમાં ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રમુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલ (ડાયમંડ હોસ્પિટલ)માં તારીખ 19 સપ્ટેમ્બર 2025ના રોજ એક જ દિવસમાં ટોટલ 23 ડિલિવરી થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખીલાટ સાથે ગુંજી ઉઠ્યું હતું

.જેમાં 14 દીકરી અને 9 દીકરાનો જન્મ થયો હતો.ડાયમંડ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગના ગાયનેકોલોજિસ્ટ ડૉ.ભાવેશ પરમાર, ડો કલ્પના પટેલ, ડૉ.ઝીલ ગજેરા રેસડિન્ટ ડોકટર ડો. અર્ચિત કંથારિયા, ડો દર્શન વિરાણી , ડો. ઉત્સવ સવાણી તેમજ પિડીયાટ્રીસિયન વિભાગના ડો. અલ્પેશ સિંઘવી ડો.દિવ્યા રંગુનવાલા અને પેડિયાટ્રેક રેસીડન્ટ ડોક્ટર અને મેડીકલ ઓફીસર તેમજ ઓ.ટી. વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમજ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવવા સાથે આભાર વ્યક્ત કર્યો હતો.હોસ્પિટલના જણાવ્યા અનુસાર, ડાયમંડ હોસ્પિટલમાં OPDમાં રોજના 950-1000 દર્દીઓ લાભ લઈ રહ્યા છે. જ્યારે મહિને 300-350 ડિલિવરી થાય છે. ડાયમંડ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર રૂ 1800 અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આ સિવાય સિઝેરિયન ડિલિવરીનોનો ચાર્જ માત્ર રૂ 5000 છે અને દીકરી જન્મે તો રૂ 3200 સિઝેરિયન ડિલિવરીનો ચાર્જ લેવામાં આવે છે.આ હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2500 દીકરીઓને ટોટલ 25 કરોડના બોન્ડ આપી દેવામાં આવ્યા છે. આ હોસ્પિટલે ભારત સરકારની યોજના ‘બેટી બચાવો – બેટી વધાવો’ ને સાર્થક કરવામાં સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here