આજે દશેરાના પાવન પર્વ નિમિત્તે સુરત શહેરમાં ફરસાણની દુકાનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. દશેરાના દિવસે જલેબી અને ફાફડાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવતું હોવાથી, સવારથી જ સુરતીલાલાઓ તેની ખરીદી માટે ઉમટી પડ્યા છે.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ફરસાણની દુકાનો પર તો જલેબી અને ફાફડા ખરીદવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.આ વર્ષે પણ લોકો ઉત્સાહપૂર્વક આ પરંપરાગત નાસ્તાની ખરીદી કરી રહ્યા છે.સુરતની એક પરંપરા રહી છે કે દશેરાના દિવસ દરમિયાન સુરતીલાલાઓ લાખો રૂપિયાના જલેબી-ફાફડાઓ આરોગી જાય છે. આ જ કારણોસર, વેપારીઓએ વહેલી સવારથી જ ગ્રાહકોને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ અગાઉથી પૂર્ણ કરી લીધી હતી.જોકે, આ વર્ષે ફરસાણના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, તેમ છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી અને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

