SURAT : દારૂ પાર્ટી વઉવાદ: PSI સાથે ઝપાઝપી કરનારા ધન્નાશેઠના પુત્ર જૈનમ શાહની આખરે ધરપકડ

0
115
meetarticle

સુરતના અલથાણ વિસ્તારમાં થોડા દિવસો પહેલાં દારૂની પાર્ટી યોજાય તે પહેલાં પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન PSI સાથે ઝપાઝપી કરનાર ઉદ્યોગપતિના પુત્ર જૈનમ શાહની આખરે પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસ જૈનમ શાહને આજે ગુનાના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે ઘટનાની શરૂઆતમાં અલથાણ પોલીસે જૈનમ શાહ પાસેથી માત્ર માફીનામું લખાવીને તેને છોડી દીધો હતો, જેના કારણે પોલીસની બેદરકારી પર અનેક સવાલો ઉઠ્યા હતા. લોકો દ્વારા આંગળી ચીંધાતા અને મામલો ગરમાતા તંત્ર હરકતમાં આવ્યું હતું.

આખરે પોલીસ તંત્રની બેદરકારી પર સવાલો ઉઠતાં અને દબાણ વધતાં અલથાણ પોલીસે બે નોટિસ બાદ જૈનમ શાહ સામે ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાયા બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની કાર પણ જપ્ત કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here