સુરત શહેર હાલ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ માટેનું હબ બની રહ્યું છે હાલ સુરતમાં એક બાદ એક અનેક ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બહાર આવી રહી છે. સુરતમાં મોટા પ્રમાણમાં પનીરમાં ભેળસેળ થતી હોવાની બહાર આવ્યું છે. આ ઉપરાંત દેશી ઘી ના નામે બનાવટી ભેળસેળવાળું ધી અને બટર તથા ચીઝ જેવા ડેરી પ્રોડક્ટમાં ભેળસેળ થી સુરતીઓને કળ વળે તે પહેલાં તો સુરતની ઓળખ બની ગયેલા પોંક વડા અને પોક માટેની સેવમાં પણ ભેળસેળ થતી હોવાની ફરિયાદ બહાર આવી છે. જેમાં કેટલાક વેપારીઓ વધુ નફો રળવાની લ્હાયમાં સુરતીઓના ટેસ્ટ સાથે છેતરપીંડી કરી રહ્યાં છે આવા વેપારીઓને ઝડપી પગલાં ભરવા સ્વાદ શોખીન સુરતીઓ માંગણી કરી રહ્યાં છે.
શિયાળાની શરૂઆત સાથે જ સુરતમાં પોંકની સિઝન શરૂ થઈ જાય છે પોંકની સાથે સાથે પોંકની બનેલી જાત જાતની વાનગીઓનું પણ વેચાણ થઈ રહ્યું છે. રતમાં પોંક નગરી કેટલાક લોકો ટેસથી વાનગીઓ આરોગી રહ્યાં છે પરંતુ પોંક વડા અને અન્ય વાનગીઓ માં ભેળસેળ થતી હોવાની ફરિયાદ બહાર આવી છે. કેટલાક વેપારીઓ પોંક વડા અને પોંક સાથે ખવાતી સેવમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદ થઈ રહી છે. કેટલાક વેપારીઓ સીંગતેલ કે કપાસિયા તેલના બદેલ પામોલીન કે ભેળસેળવાળા તેલનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે.

લોકો ફરિયાદ કરી રહ્યાં છે કે પોંક વડામાં મોટા પ્રમાણે ભેળસેળ થઈ રહી છે કેટલાક વેપારીઓ દાળના બદલે હલકી ગુણવત્તાના ખમણ ના ભુકા નો ઉપયોગ કરી રહ્યાં છે. આ ઉપરાંત પોંકના બદલે બાફેલી જુવાર, કાંદા અને ગરમ મસાલો તથા સુગંધ માટે બાદીયાના ફુલ નો ઉપયોગ કરી રહ્યાં છે લીંબુના બદલે લીંબુ ના ફુલનો ઉપયોગ કરે છે. પોંક ખાવા માટે લીંબુ મરી સેવ અને લસણની સેવનો ઉપયોગ થાય છે. લીંબુ મરી ની સેવમાં લીંબુ ના બદલે લીંબુના ફુલ, મરીના બદલે સફેદ મરચાની ભૂકી ઉમેરી રહ્યા છે. આ ઉપરાંત લાલ સેવ, સાદી સેવ સહિતની સેવ બનાવે છે તેમાં પણ બેસન સાથે મેંદો કે ચોખાનો લોટ ઉમેરવામા આવી રહ્યો છે અને અને તળવામાં પામોલિન કે હલકી ગુણવત્તાના તેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
વધુ નફો કમાવવા માટે કેટલાક વેપારીઓ પોંક સાથે ખવાતી વસ્તુ માં આવા પ્રકારે થતી ભેળસેળ ગ્રાહકોને જલ્દી સમજમાં આવતી નથી. લોકો આવી વસ્તુ ખાઈને કહે છે પહેલા જેવો ટેસ્ટ રહ્યો નથી. આવા વેપારીઓને ઝડપી પગલાં ભરવા સ્વાદ શોખીન સુરતીઓ માંગણી કરી રહ્યાં છે.
