સુરતના પાલ વિસ્તારમાં આવેલું એક્વેરિયમ, જેનું ઉદ્ઘાટન વર્ષ 2014માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું, તે આજે જર્જરિત હાલતમાં છે. માત્ર 10 વર્ષમાં જ બિલ્ડિંગમાં મોટી તિરાડો પડતા રિપેરીંગ માટે છેલ્લા નવ મહિનાથી તેને બંધ કરી દેવામાં આવ્ય
સુરતના પાલ વિસ્તારમાં આવેલું એક્વેરિયમ, જેનું ઉદ્ઘાટન વર્ષ 2014માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું, તે આજે જર્જરિત હાલતમાં છે. માત્ર 10 વર્ષમાં જ બિલ્ડિંગમાં મોટી તિરાડો પડતા રિપેરીંગ માટે છેલ્લા નવ મહિનાથી તેને બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે, ગૂગલ કે ઓનલાઇન પ્લેટફોર્મ પર હજુ પણ તે ‘ચાલુ’ બતાવે છે, જેના કારણે પ્રવાસીઓ અહીં સુધી પહોંચ્યા બાદ નિરાશ થઈને પરત ફરી રહ્યા છે. સ્થાનિકો અને સહેલાણીઓનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકા એક્વેરિયમ બંધ હોવાનું ઓનલાઇન અપડેટ કરવામાં નિષ્ફળ રહી છે.

વધુમાં, નવ મહિના જેટલો લાંબો સમય વીતવા છતાં રિપેરીંગ માટેના ટેન્ડર બહાર પાડવામાં પાલિકા આળસ કરી રહી છે. તુરંત ઓનલાઇન સ્ટેટસ ‘બંધ’ અથવા ‘કામચલાઉ બંધ’ અપડેટ કરવામાં આવે. રિપેરીંગની કામગીરી ઝડપથી શરૂ કરી બાળકો અને પર્યટકો માટે એક્વેરિયમ ફરી ખુલ્લું મુકાય. પર્યટકોએ માંગ કરી છે કે તંત્ર જાગે જેથી અન્ય રાજ્યોમાંથી આવતા લોકોને આર્થિક અને માનસિક હાલાકી ભોગવવી ન પડે.
