સુરતના મહિધરપુરા વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે એક મોટા સોનાની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં દુબઈથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલ 240 ગ્રામ સોનાની પેસ્ટ જપ્ત કરવામાં આવી છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 26.34 લાખ રૂપિયા થાય છે.

આ ઘટનામાં, SOG એ એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બીજા આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.સુરત SOG ટીમને બાતમી મળી હતી કે દુબઈથી સોનાની પેસ્ટના રૂપમાં ગેરકાયદેસર રીતે સોનું ભારતમાં લાવવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે, SOG એ મહિધરપુરા વિસ્તારમાં દરોડો પાડ્યો અને ઝવેરીઓ ભાવિક રમેશભાઈ કટારિયાની ધરપકડ કરી. ભાવિક પાસેથી 240 ગ્રામ સોનાની પેસ્ટ જપ્ત કરવામાં આવી હતી, જે તે દુબઈથી અમદાવાદ થઈને સુરત લાવ્યો હતો.તપાસમાં બહાર આવ્યું છે કે આ સોનાની પેસ્ટ દુબઈમાં રહેતી નિરાલી રાજપૂત નામની મહિલા દ્વારા ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવી હતી. નિરાલી રાજપૂતે આ સોનાની પેસ્ટ અકરમ નામના વ્યક્તિને આપી હતી, જે તેને દુબઈથી અમદાવાદ લાવ્યો હતો. ભાવિક કટારિયાને આ સોનાની પેસ્ટ અમદાવાદથી મળી હતી અને તે સુરત લાવ્યો હતો. ભાવિક આ સોનાની પેસ્ટ અમિત કટારિયા નામના વ્યક્તિને સોંપવાનો ઇરાદો ધરાવતો હતો, પરંતુ SOGની સમયસર કાર્યવાહીને કારણે આ યોજના નિષ્ફળ ગઈ.SOG એ ભાવિક કટારિયાની ધરપકડ કરી અને તેની સામે ગેરકાયદેસર સોનાની દાણચોરીનો કેસ નોંધ્યો. દુબઈમાં રહેતી નિરાલી રાજપૂતને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

