SURAT : માથાભારે દબાણ કરનારાઓએ સમિતિના પાર્કિંગ શેડને બનાવ્યું ગોડાઉન

0
39
meetarticle

સુરત મહાનગરપાલિકા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી દબાણ દુર કરવા માટેની કામગીરી કરી રહી છે. તો બીજી તરફ કેટલાક માથાભારે દબાણ કરનારાઓ પાલિકાની મિલકતમાં જ દબાણ કરી રહ્યાં છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઓફિસ નજીક પાર્કિંગ માટે શેડ બનાવ્યો છે પરંતુ આ પાર્કિંગનો શેડ માથાભારે દબાણ કરનારાઓ બાપીકી મિલકત હોય તેમાં રોડ પર દબાણ કરી મુકાતી લારી અને ટેમ્પો- રીક્ષા મુકી રહ્યાં છે.  કાંસકીવાડ- ભાગળના માથાભારે દબાણ કરનારાઓએ શિક્ષણ સમિતિના પાર્કિંગને ગોડાઉન બનાવી દીધું છે તેમાંથી દબાણ દુર કરવા માટે માંગણી થઈ રહી છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગોપીપુરા- સંઘાડિયાવાડ ઓફિસ  બિલ્ડીંગ જર્જરિત થતાં પાલિકાની કાંસકીવાડ ખાતે આવેલી શાળામાં ઓફિસ શિફ્ટ કરવામાં આવી હતી. ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં શિક્ષણ સમિતિની કચેરી છે તેથી પાર્કિંગની ભારે સમસ્યા છે. જેના કારણે સમિતિના મુલાકાતીઓ અને કર્મચારીઓને પાર્કિંગની સમસ્યા થઈ રહી છે. જેના કારણે શિક્ષણ સમિતિની કચેરી નજીક એક શેડ બનાવ્યો છે તેમાં સમિતિના સભ્યો, કર્મચારીઓ અને મુલાકાતીઓ પાર્કિંગ કરી રહ્યાં છે. જોકે, કેટલાક માથાભારે દબાણ કરનારાઓએ શિક્ષણ સમિતિનું આ પાર્કિંગ બાપીકી મિલકત હોય તેમ ત્યાં રસ્તા પર દબાણ કરીને ઉભી રહેતી લારીઓ મુકી દીધી છે. આટલું જ નહી પરંતુ રીક્ષા અને નાના ટેમ્પો પણ પાર્ક કરી દેવામાં આવે છે. આવા દબાણ હોવાના કારણે શિક્ષણ સમિતિમાં મુલાકાતે આવતા લોકોએ રસ્તા પર વાહન પાર્ક કરી દેવામા આવે છે જેના કારણે ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. આ ઉપરાંત સમિતિમા મુલાકાતે આવતા લોકોના વાહનો રસ્તા પર પાર્ક કરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે.  માથાભારે દબાણ કરનારાઓ  પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના પાર્કિંગને છોડતા ન હોવાથી મુલાકાતીઓ અને કર્મચારીઓને વાહન પાર્ક કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જેના કારણે શિક્ષણ સમિતિના પાર્કિંગમાં મુકાયેલી લારીઓ અને રીક્ષા- ટેમ્પો હટાવી આ પાર્કિંગ  મુલાકાતીઓ માટે પાર્કિંગ  ખાલી કરાવવામાં આવે તેવી માંગણી થઈ રહી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here