SURAT : મારબેલા ફાર્મ હાઉસમાં જામી હતી જુગારની મહેફિલ, પોલીસે રેડ કરી 30 શકુનીઓને ઝડપી લીધા

0
14
meetarticle

સુરત ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. કામરેજ તાલુકાના મોરથાણા ગામની સીમમાં આવેલા એક આલીશાન ફાર્મ હાઉસમાં ચાલતા મોટા જુગારધામનો સુરત ગ્રામ્ય એલસીબી (LCB) ની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે રેડ કરીને મુખ્ય સૂત્રધારો સહિત 30 જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે.

ફાર્મ હાઉસ ભાડે રાખી ચાલતું હતું નેટવર્ક

ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના કુખ્યાત ઈમરાન ઈટવાલા અને ઝાફર રઝાક શેખ નામના બે ઈસમોએ મોરથાણા ગામની સીમમાં આવેલું ‘મારબેલા ફાર્મ હાઉસ’ ભાડે રાખ્યું હતું. આ ફાર્મ હાઉસમાં સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાંથી જુગારીઓને બોલાવી મોટા પાયે જુગાર રમાડવામાં આવતો હતો. બાતમીના આધારે એલસીબીએ મોડી રાત્રે ત્રાટકીને આખા ખેલનો અંત આણ્યો હતો.

કુલ 29.85 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી મોટી માત્રામાં મુદ્દામાલ મળી આવ્યો છે. જેમાં રૂ. 4.25 લાખ રોકડા, 33 નંગ મોબાઈલ અને કાર, રિક્ષા અને મોપેડનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ વસ્તુઓ મળીને કુલ રૂ. 29.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં શહેરના નામી જુગારીઓનો પણ સમાવેશ થાય છે.

પોલીસની કડક કાર્યવાહી

સુરત ગ્રામ્ય એલસીબીએ મુખ્ય સૂત્રધાર ઈમરાન અને ઝાફર સહિત તમામ 30 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફાર્મ હાઉસ માલિકની ભૂમિકા અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. આ રેડથી ગ્રામ્ય વિસ્તારમાં ફાર્મ હાઉસ ભાડે આપીને ગેરકાયદે પ્રવૃત્તિઓ કરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here