રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્વયં સહાય જૂથ સાથે જોડાયેલી બહેનો આજે પ્રતિ વર્ષ ₹1,00,000 થી વધુની આવક મેળવીને ‘લખપતિ દીદી’ તરીકે ગૌરવભેર ઓળખાય છે. આ યોજના ગુજરાતમાં મહિલા સશક્તિકરણનું એક અપૂર્વ ઉદાહરણ બની છે.
પહેલા ઘરખર્ચ માટે પણ સંઘર્ષ કરતા રેખાબેન, સખી મંડળ સાથે જોડાયા પછી તેમને નવી તકો મળી અને તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા છે. આજે તેઓ માત્ર પોતાના પરિવારને આર્થિક ટેકો નથી આપી રહ્યાં, પરંતુ તેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી વધુ છે. આ સફળતાને કારણે રેખાબેન હવે ‘લખપતિ દીદી’ તરીકે ઓળખાય છે, જે અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બન્યા છે.

સુરતનાં નિમિષાબેન પટેલએ મિશન મંગલમ યોજના અંતર્ગત સખી મંડળ સાથે જોડાઈને ‘મંગલમ કેન્ટીન’ શરૂ કરી. આજે તેઓ પોતાના પરિવારને મજબૂત આર્થિક આધાર આપી રહ્યા છે. ‘લખપતિ દીદી નો ઉદ્દેશ્ય સ્વયં સહાય જૂથોની મહિલાઓને સશક્ત બનાવવાનો અને સતત આજીવિકા દ્વારા તેમની ઘરગથ્થુ આવકને વાર્ષિક ₹1,00,000 (એક લાખ રૂપિયા)થી વધુ કરવાનો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ, 2023માં લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી, જેનું લક્ષ્ય 2027 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે.
નેતૃત્વમાં સતત અને સંગઠિત પ્રયાસો કરવામાં આવ્યા છે. જુલાઈ 2025 સુધીમાં આશરે 5 લાખ 96 હજાર મહિલાઓની આવક એક લાખ રૂપિયાથી વધુ થઈ ગઈ છે.રાજ્ય સરકાનું લક્ષ્ય છે કે, આગમી સમયમાં ગુજરાતની 10 લાખ મહિલાઓને લખપતિ દીદી બનાવવી.
