સુરતના લસકાણા વિસ્તારમાં વિપુલ નગર એરિયામાં એક યુવકનું કચરાના ઢગલામાંથી માથું મળી આવ્યું છે. બનાવની જાણ થતા ક્રાઈમ બ્રાંચ તેમજ ડીસીપી સહીતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલ નગર એરિયામાં એક યુવકનું કચરાના ઢગલામાંથી માથું મળી આવ્યું છે.આ બનાવની જાણ થતા ક્રાઈમ બ્રાંચની ટીમ અને ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા છે. પોલીસ દ્વારા હાલ અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક યુવકની ઓળખ હાલ થઇ નથી. પોલીસે તપાસ કરતા નજીકના જ મકાનમાંથી ધડ મળી આવ્યું છે. મૃતક યુવકની ઉમર આશરે 30 થી 35 વર્ષ હોવાનું અનુમાન છે.ડીસીપી આલોક કુમારએ જણાવ્યું હતું કે લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિપુલ નગર એરિયામાં એક અજાણ્યો મૃતદેહ મળ્યો છે. જેમાં કચરાના ઢગલામાં માત્ર માથું મળ્યું છે. અમે સીસીટીવી ફૂટેજ એનાલીસીસ કરતા આસપાસના જ એક મકાનમાં ધડ મળ્યું છે. પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ થઇ શકી નથી. હાલમાં ક્રાઈમ બ્રાંચ તેમજ અલગ અલગ પોલીસની ટીમો તપાસ કરી રહી છે
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

