ગુજરાતમાં દારૂબંધી અને ડ્રગ્સ વિરુદ્ધના પોલીસના અભિયાન અંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તેમજ જીગ્નેશ મેવાણીના સામસામા આક્ષેપ બાદ ગરમાયેલા રાજકારણની વચ્ચે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના શહેર સુરતના સરથાણા પોલીસ સ્ટેશન હેઠળના સરથાણા જકાતનાકા વિસ્તારમાં પોલીસની રહેમ નજર હેઠળ 10 વર્ષનો બાળક સરેઆમ ગાંજો થયો છે.

ગુજરાતમાં દારૂબંધી અને ડ્રગ્સ વિરુદ્ધના પોલીસના અભિયાન અંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તેમજ જીગ્નેશ મેવાણીના સામસામા આક્ષેપ બાદ ગુજરાતમાં હાલ આ મુદ્દે રાજકારણ ગરમાયેલું છે.આજરોજ સુરતમાં કોંગ્રેસે પણ પોલીસ કમિશનરને દારૂ-જુગારના અડ્ડા બંધ કરાવવા માટે આવેદનપત્ર પાઠવ્યું તે અરસામાં જ સરથાણા જકાતનાકા ખાતે ફ્લાયઓવર બ્રિજની નીચે ખુલ્લામાં એક ખાટલા ઉપર સૂતેલો અંદાજીત 10 વર્ષનો બાળક સરેઆમ ગાંજાની પડીકી વેચતો નજરે ચઢ્યો હતો.તેની પાસે ઉભેલા બે યુવાન વારાફરતી પડીકી લઈ તેને પૈસા આપતા વિડીયોમાં નજરે ચઢે છે.તે દરમિયાન બાળક ખાટલામાં જ પડેલો રહી પડીકી આપી પૈસા લે છે.ઉલ્લેખનીય છે કે વિપક્ષ દારૂ, જુગાર અને ડ્રગ્સના વેચાણ અંગે પોલીસના પટ્ટા ઉતારવાની ધમકી આપી રહી છે ત્યારે સરથાણા પોલીસની રહેમનજર હેઠળ વરાછા સુર્યપુર ગરનાળાથી સરથાણા જકાતનાકા સુધીના વિસ્તારમાં થતા આ પ્રકારના વેચાણ અંગે ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને પત્ર લખી ફરિયાદ કરી છે.

