SURAT : સુરતની હોટલમાં હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, 13 વિદેશી મહિલાઓ ઝડપાઈ

0
67
meetarticle

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન નામની હોટલમાં ચાલતા એક મોટા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને 13 વિદેશી મહિલાઓ અને 9 પુરુષો સહિત કુલ 22 લોકોની ધરપકડ કરી હતી. ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી.પોલીસને બાતમી મળી હતી કે જહાંગીરપુરાની પાર્ક પેવેલિયન હોટલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે.જ્યારે પોલીસે ચોથા માળે દરોડા પાડ્યા ત્યારે હોલનો દરવાજો અંદરથી બંધ હતો. કોઈ જવાબ ન મળતા પોલીસે દરવાજો તોડી નાખ્યો હતો. અંદર તપાસ કરતા રૂમ નંબર 403માંથી 7 લોકો અને રૂમ નંબર 407માંથી 9 વિદેશી મહિલાઓ મળી આવી હતી.પોલીસે હોટલના મેનેજર રૂપેશ ઉર્ફે મેકિસી મિશ્રા, બિપીન ઉર્ફે બંટી બાબરીયા, હાઉસકીપર સંજય હિંગડે અને રાહુલ સોલંકીની ધરપકડ કરી હતી.

પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ રેકેટનો મુખ્ય સૂત્રધાર વિજય મોહન કસ્તૂરે છે, જે હોટલના ખર્ચ અને કર્મચારીઓના પગારનું સંચાલન કરતો હતો. આખું રેકેટ વૉટ્સએપના માધ્યમથી ચલાવવામાં આવતું હતું. યોગેશ તાલેકર નામના વ્યક્તિ બેંક ખાતામાં ગ્રાહકો પાસેથી પેમેન્ટ લેવાનું કામ કરતો હતો અને અશોક મામા નામનો ડ્રાઈવર મહિલાઓને લાવવા-લઈ જવાનું કામ કરતો હતો.ગ્રાહકો પાસેથી એક વખત શરીર સુખ માણવાના રૂ. 3500 લેવામાં આવતા હતા. જેમાંથી રૂ.2000 કમિશન તરીકે વિજય કસ્તુરે રાખતો હતો, જ્યારે મહિલાઓને માત્ર રૂ.1500 ચૂકવવામાં આવતા હતા. પોલીસે આ મામલે ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.


REPORTER : સુનિલ ગાંજાવાલા ,સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here