SURAT : સુરતમાં BRTS અને રિક્ષામાં મોબાઈલ ચોરતી બેલડી ઝડપાઈ: પેસેન્જરને ‘આગળ-પાછળ’ કરી નજર ચૂકવી મોબાઈલ સેરવી લેતા હતા

0
35
meetarticle

સુરતના મહીધરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રિક્ષા અને BRTS બસમાં મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતા બે રીઢા ચોરોને ઝડપી પાડ્યા છે.


​આ શખ્સો રિક્ષામાં પેસેન્જરને બેસાડી જગ્યા કરવાના બહાને તેમને આગળ-પાછળ કરી અથવા BRTS બસમાં ભીડનો લાભ લઈ મોબાઈલ તફડાવી લેતા હતા.
​ પોલીસે ડીંડોલીના ભેસ્તાન આવાસમાં રહેતા પીરૂ ઉર્ફે બચકુંડા સઇદ શેખ અને અખ્તર કદીર સૈયદની ધરપકડ કરી છે.
​ આરોપીઓ પાસેથી ચોરીના બે મોબાઈલ ફોન (કિં. રૂ. ૨૦,૦૦૦) અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઓટો રિક્ષા (કિં. રૂ. ૬૫,૦૦૦) મળી કુલ રૂ. ૮૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here