સુરત સાયબર પોલીસને મોટી સફળતા મળી છે. વર્ક ફ્રોમ હોમના નામે 11.23 લાખની છેતરપિંડી કરનાર આરોપીને રાજસ્થાનના જોધપૂર ખાતેથી ઝડપી પાડ્યો છે. ફરિયાદીને ટેલિગ્રામ અને વોટ્સએપ વર્ક ફ્રોમ હોમની ઓફર કરી કમિશનની લાલચ આપી હતી. ફરિયાદી પાસે લાખોનું રોકાણ કરાવ્યું હતું. જ્યારે 11,23,497 અટકાવીને છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસે આરોપી રામુરામ કસ્તુરારામ જાટને ઝડપી પાડ્યો છે.તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સાયબર સેલને છેરપિંડીની ફરિયાદ મળતા તપાસ કરીને ટીમ રાજસ્થાન પહોંચી હતી. તપાસના આધારે આરોપી સુધી પહોંચી તેની ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં જાણવા મળ્યું કે આરોપીના ખાતામાં 5 લાખ ટ્રાન્સફર થયા છે. આ ખાતા માંથી અન્ય ફરાર આરોપીઓને રકમ મોકલવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી સામે અન્ય રાજ્યમાં પણ ઠગાઈના કેસ નોંધાયેલા છે.સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે આરોપીરામુરામ કસ્તુરારામ જાટને રાજસ્થાનના જોધપૂર ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીના બેંક ખાતામાં બીજા કુલ રૂપિયા 30,52,285 ટ્રાન્જેક્શન થયા હતા. જેથી આરોપી એકલો ન હોય તેવું માલુમ પડ્યું છે. હાલ પોલીસે આરોપીના અન્ય સાથી મિત્રોને શોધવાની તજવીજ હાથ ધરી છે. તથા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
REPORTER : સુનિલ ગાંજાવાલા ,સુરત

