સુરતમાં હવે શેરી ગરબા નો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ મહાદેવ નગર સોસાયટીમાં નવલી નવરાત્રીનો રંગ જામ્યો હવે લોકો AC ડોમ નો ક્રેઝ છોડીને શેરી ગરબામાં વધુ રસ ધરાવે છે આ શેરી ગરબા પૌરાણિક અને પારંપરિક રીતે ચાલતી આવતી આ પરંપરા છે

ઉધના વિસ્તારમાં મહાદેવ નગર સોસાયટીમાં આવાજ પૌરાણિક અને પારંપરિક ગરબાનો આયોજન જોવા મળ્યું હતું. આ શેરી ગરબા માં નાના બાળકોથી લઇ મોટા વડીલો એ પણ અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા, દોઢીયા મન મૂકી ને ઝુમ્યા હતા અને આ શેરી ગરબામાં લોકો ગરબાના બહાને એકત્રિત થાય અને લોકોમાં ફરી મળી શકે છે અને આ સેદી ગરબામાં ખેલૈયાઓ ગરબે ઝૂમી આનંદ અને ઉત્સાહ નો માહોલ અનુભવે છે
રિપોર્ટર
ચેતન તરી
સુરત

