સુરત ના અમરોલીમાં પાણી મુદ્દે કકળાટ જોવા મળ્યો. અમરોલીના કેટલાક સ્થાનિકો દ્વારા પાણી મીટરને લઈને ફરિયાદ કરવામાં આવી. જેના બાદ SMCએ પાણીના નવા બિલ નહી આપવા નિર્ણય કર્યો. પરંતુ પાણીના જૂના બિલો અંગે SMCએ કોઇ સ્પષ્ટતા ના કરતા પ્રજા પરેશાન. સ્થાનિકોનું કહેવું છે કે પાલિકાએ ફક્ત પેનલ્ટી જ માફ કરી છે બાકી બિલ તો ભરવા જ પડશે.અમરોલીમાં પાણીનો કકળાટ જોવા મળ્યો.
અમરોલી વિસ્તારના અભિષેક ટાઉનશિપમાં વસતા રહીશોએ પાલિકા સામે બાંયો ચઢાવી છે. રહીશોનું કહેવું છે કે આખા શહેરમાં ફક્ત મોટા વરાછા, અમરોલી, કોસાડ સહિતના વિસ્તારોમાં પાણી મીટરો લગાવવામાં આવ્યા છે. પાલિકા દ્વારા લગાવવામાં આ સ્માર્ટ પાણી મીટરમાં પણ મોટા ધાંધિયા જોવા મળ્યા છે. ઓછા વપરાશ બાદ પણ મસમોટા બીલ આવે છે. આ મામલે જ્યારે અમે બધાએ ભેગા થઈને SMCને રજૂઆત કરી તો પાણીના નવા બિલ નહી આપવા નિર્ણય કર્યો.પરંતુ અમારું કહેવું એટલું જ છે કે અમે બિલ કેમ ભરીએ. કેમ અમારા વિસ્તારમાં જ સ્માર્ટ મીટર લાગ્યા છે. અન્ય વિસ્તારોમાં કેમ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા નથી. નાગરિકોને લઈને કોઈપણ કાયદો કે નિયમ હોય તો તે તમામને લાગુ પડતો હોય છે. સ્માર્ટ મીટર લગાવી પાલિકા મસમોટું બિલ પકડાવી રહી છે. પાલિકાને રજૂઆત બાદ આજથી નવું બિલ નહીં આવે પરંતુ અમારે પાછલું બિલ તો ભરવાનું બાકી છે. આટલા મોટા બિલ અમે કઈ રીતે ભરીએ અમારી એટલી આવક પણ નથી. અભિષેક ટાઉનશીપના રહીશોનું કહેવું છે કે પાલિકાનો આ નિર્ણય ખોટો છે અને અમારી રજૂઆત છે કે ફક્ત પેનલ્ટી જ નહીં સંપૂર્ણ બિલ માફ કરવામાં આવે તેવી અમારી માંગ છે
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

