સુરત : ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. 197 કરોડના સાયબર ફ્રોડમાં યોગેશ કુંભાણીને ઝડપી પાડ્યો

0
240
meetarticle

સુરતમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. 197 કરોડના સાયબર ફ્રોડમાં યોગેશ કુંભાણીને ઝડપી પાડ્યો છે. તે ફ્રોડમાં મિલન દરજીનો સાગરિત હતો. યોગેશ કુંભાણી ATM માંથી દિરહામ વિડ્રોલ કરી દુબઈ મોકલતો હતો. એટલું જ નહીં દુબઈમાં ચાઈનીઝ ગેંગ સાથે મળી USDT ખરીદી હવાલા કૌભાંડ આચરતા હતા.

પોલીસે આ ગેંગ સામે ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરી હતી.અગાઉ પણ આ ગુનામાં 12 આરોપીઓ એક બાદ એક પકડાઈ ચૂક્યા છે. પોલીસે અન્ય લોકોને ઝડપવા તપાસ તેજ કરી છે.પોલીસ તપાસમાં આ ગેંગ દ્વારા 197 કરોડની રકમની ઉચાપત કરવામાં આવી છે. સુરતમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મિલન દરજી ગેંગના સાગરીત આરોપી રત્નકલાકાર યોગેશ જગદીશભાઇ કુંભાણી ઝડપી લીધો છે. આરોપીઓ સામે દેશના અલગ રાજ્યોમાં 214થી વધુ એફઆઇઆર નોંધાયેલ છે. આરોપી યોગેશ વિરૂદ્ધ ભૂતકાળમાં પાંચ ગુનાઓ નોંધાયા છે. આ લોકો ચાઇનીઝ ગેંગના માણસોને ફ્રોડના રૂપિયા કન્વર્ટ કરવાનું કામ કરતા હતા.આ કેસમાં અગાઉ પણ આ ગુનામાં 12 આરોપીઓ એક બાદ એક પકડાઈ ચૂક્યા છે. પોલીસે અન્ય લોકોને ઝડપવા તપાસ તેજ કરી છે. એટલું જ નહીં દુબઈમાં ચાઈનીઝ ગેંગ સાથે મળી USDT ખરીદી હવાલા કૌભાંડ આચરતા હતા. પોલીસે આ ગેંગ સામે ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરી હતી. આરોપીઓ સામે દેશના અલગ રાજ્યોમાં 214થી વધુ એફઆઇઆર નોંધાયેલ છે.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here