સુરત : સચિન GIDCમાં 4 કરોડથી વધુ રકમની છેતરપિંડી

0
224
meetarticle

સુરતના સચીન GIDCમાં ચાર કરોડથી વધુ રકમની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જેમાં GIDC પોલીસે 2 આરોપીઓને UPના મેરઠથી ઝડપી લીધા છે. તપાસમાં આરોપીઓ કાપડ વેપારીની કંપનીમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. આ બંને આરોપીઓ સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા હતા.


તેમણે UPઅને રાજસ્થાનના વેપારીઓ સાથે વેપાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.આરોપીઓેએ અલગ-અલગ વેપારીઓ સાથે મળી 4.79 કરોડનો વેપાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
બાદમાં કાપડ મંગાવીને પૈસાની ચૂકવણી ન કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે આરોપીઓ વિરુદ્ધ GIDC પો.સ્ટે.માં ગુનો નોંધાયો હતો. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરીને બન્ને આરોપીને ઝડપી લીધા હતા.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here